કોણ છે અરુણ યોગીરાજ ?જેણે રામ લલ્લાની આ અદભુત મૂર્તિ બનાવી ! પિતા-દાદાની જેમ મૂર્તિકાર નહોતું બનવું પણ…જાણો તેમના વિશેની અજાણી વાતો
22 જાન્યુઆરીના રોજ આપ સૌ કોઈ જાણતા જ હશો કે આખા ભારત માટે એક ખુબ મહત્વપૂર્ણ દિવસ હતો જે ખુબ જ સરસ રીતે સંપન્ન પણ થઇ ગયો, આ દિવસ બીજો કોઈ નહીં પરંતુ અયોધ્યા મંદિરની અંદર ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો હતો જેને લઈને આખા દેશની અંદર ભારે ઉત્સાહ સાથો સાથ ખુબ હર્ષો ઉલ્લાસ સાથે તેની ઉજવણી કરવામાં આવી હતી એવામાં આજના આ લેખના માધ્યમથી અમે રામ લલ્લાની મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજ વિષે તમને જણાવાના છીએ.
ભગવાન શ્રી રામની મૂર્તિ બનાવનાર વ્યક્તિ અરુણ યોગીરાજ કર્ણાટકના મૈસુરનો રહેવાસી છે અને એક ખુબ જ પ્રખ્યાત મૂર્તિકાર પણ છે, એટલું જ નહીં તેઓનો પરિવાર પણ છેલ્લા અનેક વર્ષોથી આ કાર સાથે સંકળાયેલ છે. મોટા મોટા મહેલો તથા મોટા ઘરાનામાં પણ અરુણ યોગીરાજે પોતાની શિલ્પકલા બતાવી ચુક્યા છે.
અરુણ યોગીરાજના અભ્યાસ વિશે જો વાત કરવામાં આવે તો તેઓએ વર્ષ 2008 ની અંદર મૈસુર યુનિવર્સટીની અંદર એમબીએનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા, અરુણ યોગીરાજને પિતા તથા દાદાની જેમ મૂર્તિકાર નહોતું બનવું તેમ છતાં તેઓના દાદાએ એવી ભવિષ્યવાણી કરી હતી કે અરુણ ભવિષ્યમાં મૂર્તિકાર જ બનશે અને આ વાત સાચી સાબિત થઇ કારણ કે અરુણે પોતાની મૂર્તિકલાની આખા દેશમાં પોતાનો નામનો ડંકો વગાડ્યો.
અરુણ યોગીરાજની મૂર્તિકલા વિશે જો વાત કરવામાં આવે તો તેઓએ અનેક મૂર્તિઓ બનાવી છે, જેમાં ઇન્ડિયા ગેટ પાસે ઉભેલ સુભાષ ચંદ્ર બોઝની 30 ફૂટની મૂર્તિ તેમણે જ બનાવી છે અને ભગવાન આદિ શંકરાચાર્યની 12 ફૂટની મૂર્તિ પણ તેમણે જ બનાવી છે જેને કેદારનાથ ખાતે સ્થાપિત કરવામાં આવી છે, એટલું જ નહીં હનુમાનજીની 21 મૂર્તિને પણ તેઓના દ્વારા જ બનાવામાં આવી છે.
અરુણે ભગવાન રામ લલ્લાની બનેવાલ મૂર્તિ વિષે જો વાત કરવામાં આવે તો રામ લલ્લાની મૂર્તિની ઉચ્ચાઈ 4.42 ફૂટ છે જયારે તેનો વજન 200 કિલોગ્રામ હોવાની માહિતી સામે આવી છે, આ મૂર્તિને શ્યામ પથ્થર માંથી તૈયાર કરવામાં આવી છે અને મૂર્તિની અંદર જ શ્રી રામ ભગવાનના અનેક રૂપોને કંડારવામાં આવ્યા છે.