ભાવનગર ના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આપેલી એક ભેટ ને કારણે બ્રાઝીલની ઈકોનોમી ઉંચી આવી ગઈ હતી..
આપણે કહીએ છે ને કે, આજના સમયમાં જગતના દરેક ખૂણે ખૂણે ગુજરાતીઓ વસે છે. ત્યારે આજે અમે આપને જણાવીશું જે, વાત એ સાંભળીને તમને વિશ્વાસ નહીં આવે કે, શું ખરેખર આવું હોય શકે છે. આપણે ત્યાં ગીર ગાય બહુ વખણાય છે. ગીર ગાય વિશે વધુ માહિતી આપવાની જરૂર નથી પડતી કારણ કે, ગીર ગાય વિશે આપણે તમામ બાબતો અને તેની ખાસિયતો જાણીએ છે.
વિશ્વમાં ગીર ગાય જેવી ભોળી અને તેના જેવી કરુણામયી ગાય બીજે ક્યાંય નથી. આ ગીર ગાય આજે બ્રાઝિલમાં વસે છે!હવે તમેં વિચારશો કે આખરે આ ગીર ગાય ત્યાં કંઈ રીતે પહોંચી? અમે આપને આ ઘટના વિશે વધુ માહિતગાર કરીએ.ભાવનગર શહેરના રાજાની દયાભાવના વિશે તો જગત આખું જાણે છે, જેમણે દેશ માટે પોતાનું રજવાડું આપી દીધું હતું.
આ જ ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી પાસે 500 જેટલી ગીર ગાય હતી. જ્યારે રજવાડું સોંપી દીધું ત્યારબાદ સીડ નામનો બ્રાઝીલનો એક વ્યક્તિ કૃષ્ણકુમાર સિંહજીનો મહેમાન થાય છે અને કહે છે કે, મહારાજ તમે મને એક એવી ભેટ આપો કે, મારો આખો દેશ તમને યાદ કરે. ત્યારે કૃષ્ણસિંહજી જે ભેટ આપી છે, એ ભેટ થકી આજે તેમનો દેશ નહીં પરંતુ વિશ્વના તમામ દેશો આજે આ ભેટને અને મહારાજ ને યાદ કરી રહ્યા છે.
તે સમયે કૃષ્ણકુમાર સિંહજીએ પુષ્પા નામની ગીર ગાયનો કૃષ્ણા નામનો આખલો સીડને ભેટમાં આપ્યો હતો. આ આખલાની ભેટના કારણે બ્રાઝીલના સીડે કોરો ચેક આપીને કહ્યું હતું કે, આમાં તમારે જે રકમ લખવી હોય તે લખી દો. ત્યારે મહારાજે જણાવ્યું હતું કે, હું કોઈ રકમ લખું નહીં તારે જે આપવું હોય તે આપ. મહારાજની આટલી વાત સાંભળીને સીડે 1965ના સમયમાં કૃષ્ણા નામના સાંઢના 10,000 રૂપિયા આપ્યા હતા.
સીડે આ સાંઢની મદદથી બ્રાઝીલમાં બ્રહ્માણ ગાયની નસ્લ બનાવી અને આપણે આપેલા આ એક સાંઢથી બ્રાઝીલની તસવીર બદલાઈ ગઈ અને હાલમાં 36 લાખ કરતા વધારે ગીર ગાયો ત્યાં છે. ગાય થકી બ્રાઝીલની ઈકોનોમી ઉંચી આવી ગઈ અને આજે પણ બ્રાઝીલના સંસદ ભવનની સામે એક જ સ્ટેચ્યૂ ઊભું છે, જે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર ગોહિલનું છે. બ્રાઝીલના 7 પાઉન્ડના સિક્કામાં ગીર ગાયનું ચિન્હ છે. બ્રાઝીલમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના નામથી એક ગૌશાળા છે. બ્રાઝીલની ગાય એક ટાઈમનું 48 લીટર દૂધ આપે છે.આજે બ્રાઝીલ દેશ સમૃદ્ધ છે, તો તેનું મુખ્યકારણ આપણી ગીર ગાય છે.