ભાવનગર આવો તો એક વખત જરૂરથી લચ્છુભાઈના પાંવગાંઠીયા નો સ્વાદ ચાખજો ! એક વખત ખાશો ત્યાં વારંવાર ખાવાનું મન થશે…
મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે આપણા ગુજરાતી લોકો ખાવાપીવાના કેટલા બધા વધારે શોખીન હોય છે, આપણે ત્યાં દરેક શહેરમાં કોઈને કોઈ તો પ્રખ્યાત વાનગી મળી જ જતી હોય છે જે આખા ગુજરાતની અંદર ફેમસ હોય. અમુક જગ્યાએ સ્ટ્રીટ ફૂડ તો અમુક જગ્યાઓ પર મીઠાઈ જેવી સ્વાદિષ્ટ વાનગીઓ આપણને જોવા મળી જ જતી હોય છે. આમ તો બધા જ શહેરમાં સ્ટ્રીટ ફૂડ મળી જ રહેતું હોય છે,પણ આજે અમે ભાવનગરના એક સ્ટ્રીટ ફૂડ વિશે વાત કરવાના છીએ.
આમ તો ભાવનગર ભાવનગરી ગાંઠિયાને લઈને ખુબ પ્રખ્યાત છે પરંતુ ભાવનગરમાં ફક્ત ગાઠીયા જ નહીં પરંતુ બેટેટ, ચણામઠ,પાવ ગાઠીયા તથા સેન્ડવીચ તથા આવી તો અનેક નાસ્તાની વસ્તુ મળી જાય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે ભાવનગરના પ્રખ્યાત લચ્છુભાઈના પાંવગાંઠીયા વિશે વાત કરવાના છીએ જે ભાવનગર શહેરમાં ખુબ પ્રખ્યાત હોવાની સાથો સાથ જાણીતા પણ છે.
લચ્છુભાઈના પાંવગાંઠીયા ખાવા માટે જો તમારે જવું હોય તો તેમની દુકાન તમને ઘોઘા સર્કલ,આંબાવાડી, કૃષ્ણનગર ખાતે મળી રહેશે જ્યા તમે પાંવગાંઠીયાનો ઉત્તમ સ્વાદ માણી શકશો.પાંવગાંઠીયા આમ તો બધી જ જગ્યાએ મળતા અમુક જ શહેરોમા આ પ્રકારનું ફૂડ જોવા મળે છે પરંતુ તમે ભાવનગરની અંદર આવો એટલે આ ફૂડ તમને આરામથી મળી જઈ શકે છે.
તીખા ગાઠીયા તથા જીણા પાવને મિક્સ કરીને તેના પર આમલી,ડુંગળીની ખાસ ચટણી નાખીને તમને ડીશ તૈયાર કરીને આપવામાં આવે છે જેને જોતા જ તમારા પણ મોઢામાં જ પાણી આવી જશે. તમે ભાવનગરની નહીં હોવ તો તમે આ ફૂડ બોવ જ ઓછી વખત ખાધો હશે અને સાવ ખાધો પણ નહીં હોય પણ મિત્રો ખરેખર એક વખત તમે આ પાવ ગાઠીયા ટેસ્ટ કરી જોજો તમને મજા જ પડી જશે.
પાવ ગાંઠિયાની પ્લેટની કિંમત પણ એટલી ઓછી કે સામાન્ય વ્યક્તિ પણ ખાય શકે છે, લચ્છુભાઈને ત્યાં તમને સેન્ડવીચ પણ મળી રહેશે જે 15 રૂપિયાની ચાર કટકા મળી રહેશે. જો તમે ભાવનગરમાં આવો તો એક વખત જરુરથી પાવગઠિયા ખાજો.