લગ્નના નવ મહીનામા જ પતિ..
હાલ ના સંબંધો નુ કાઈ નક્કી નથી હોતુ તે ભલે પછી પતિ પત્નીના જ કેમ નો હોય ત્યારે હાલ જ સબંધો ને શર્મશાર કરતી ઘટના સામે આવી છે જેમા 24 વર્ષિય પરણીત મહીલાની હત્યા બીજા કોઈ એ નહી પરંતુ પોતાના જ પતિએ કરી નાખી હત્યા કરવાનું કારણ માત્ર એટલુ હતુ કે પતિને શંકા હતી કે તેની પત્ની નુ અફેર તેના દેર એટલે કે નાનાભાઈ સાથે ચાલે છે.
ઘટના અંગે વિગતે વાત કરવા મા આવે તો આ ઘટના ગાઝીયાબાદના મિસલગઢી મા સામે આવી હતી જેમા નવ મહિના પહેલા ડિસેમ્બર 2021માં ટીના ના લગ્ન ગૈરવ સાથે થયા હતા લગ્ન બાદ ગૌરવ સતત ટીના પર શંકા કરતો હતો કારણ કે ટીના ગૌરવના નાના ભાઈ ની કાળજી લેતી હતી એટલા માટે તેને શંકા હતી કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. જો કે, તેને આ વાતનો કોઈ પુરાવો મળી શક્યો નથી.
જ્યારે આજે વહેલી સવારે ગૌરવ ના ગુસ્સા એ માઝા મુકી હતી અને પત્ની ને બેસબોલ ના ધોકા વડે માર માર્યો હતો ત્યારે બાદ ઓઢણીથી તેનું ગળું દબાવ્યું. ગૌરવે ટીના નો જીવ વયો ના ગયા ત્યા સુધી તેણે ઓઠણી વડે ગળું લબાવી રાખ્યુ હતુ અને ધ્રુજાવી દે તેવુ મોત આપ્યુ હતુ જ્યારે ટીના નુ મોત થતા તે ઘર છોડી ને ભાગી ગયો હતો.
જયારે આ પોલીસે જણાવ્યું હતું કે, સવારે 7 વાગ્યે એક યુવકે ફોન પર માહિતી આપી હતી કે ગોવિંદપુરમના એક પાર્કમાં ગૌરવ નામનો એક વ્યક્તિ બેભાન અવસ્થામાં પડ્યો છે, તેના કપડાં લોહીલૂહાણ છે. તેણે તેની પત્નીની હત્યા કરી નાંખી છે. વાસ્તવમાં માહિતી આપનાર યુવક ગૌરવને ઓળખતો હતો. આ હાલતમાં ગૌરવને જોયા પહેલા તે તેની ઘરે ગયો હતો.
પોલીસે ગૌરવની પાર્કમાંથી ધરપકડ કરી પૂછપરછ કરી હતી જેમા જાણવા મળ્યુ હતુ કે હત્યા કરવા પાછળ નુ મુખ્ય કારણ ગૈરવ નો નશો અને પત્ની પર ની શંકા જવાબદાર છે.