અનોખી લગ્ન કંકોત્રી ! જે લગ્ન બાદ પસ્તી મા આપવાની જરુર નહી પડે આવી રીતે ઉપયોગ કરી શકાશે…
હાલ લગ્ન ની સિઝન ચાલી રહી છે ત્યારે લગ્ન ને યાદગાર બનાવવા માટે લોકો પણ લગ્ન મા લાખો રુપીયા ખર્ચ કરી નાખે છે. ઘણા લોકો લગ્ન મા ખાસ કરી ને મોંઘી કંકોત્રી , ડી.જે ના શોખ રાખતા હોય છે ત્યારે તાજેતર મા ઘણા લગ્નો એવા પણ જોવા મળ્યા છે કે જે લગ્ન મા જાન હેલીકોપ્ટર મા પહોચી હોય ! ત્યારે રાજકોટ ના એક ઉદ્યોગપતિ ના દિકરા ની લગ્ન ની કંકોત્રી ના ફોટા વાયરલ થયા હતા જે ઘણી ભવ્ય અને મોંઘી કંકોત્રી હતી.
લગ્ન ની બાબત ને લઈને દરેક લોકો ના વિચાર સમાન નથી હોતા ઘણા લોકો એવા પણ હોય છે કે લગ્ન મા ખર્ચા કરવાનુ ટાળતા હોય છે અને નાણાનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરતા હોય છે. અને ઘણા લોકો એવા પણ હોય છે જે પ્રકૃતિ સાથે જોડાયેલા હોય છે અને અવનવુ કરતા હોય છે. ત્યારે સુનીલભાઈ ધોળકીયા એ પોતાની દિકરી ના લગ્ન ની એવી કંકોત્રી બનાવડાવી હતી જે એક બીજ અને ગાયના ગોબર થી બની હતી જે જમીન મા નાખવાથી અનેક પ્રકાર ના છોડ ઉગે.
ત્યારે તાજેતર મા છ સોસિયલ મીડીયા પર અન્ય એક કંકોત્રી ના ફોટા વાયરલ થયા છે જેમા જણાવવા મા આવ્યુ છે કે મુળ ભાવનગર જીલ્લા ના ઉંચડી ગામ ના એક પ્રકૃતિ પ્રેમી શિવાભાઈ ગોહિલ એ પોતાના પુત્ર અને પુત્રી ના લગ્ન પ્રસંગ ની એક ખાસ કંકોત્રી બનાવડાવી છે. લગ્ન ની કંકોત્રી એવી બનાવડાવી છે કે જે કચરા મા કે પસ્તી મા આપવાની જરુર નહી રહે. કંકોત્રી નો ઉપયોગ પુરો થતા તેમાથી ચકલી નો માળો બનાવી શકાશે. જેના કારણે ચકલઓ ને પણ ફાયદો થશે.
આ કંકોત્રી તેમણે નરેન્દ્રભાઈ ફળદુ ના સલાહ અને સુચન થી બનાવડાવી છે અને સામાન્ય ખર્ચ મા બનેવી આ કંકોત્રી ઘણી ઉપયોગી પણ સાબીત થાય છે. ત્યારે લોકોએ સોસિયલ મીડીયા પર કંકોત્રી ના પેટ ભરી ને વખાણ કરી રહ્યા છે.