India

લાખો રુપીયા ની નોકરી છોડી યુવકે સન્યાસ લઈ લીધો ! સન્યાસ લેવાન કારણ જાણશો તો ચોંકી જશો…

માનવ દેહ મળ્યો છે તો આ ભવમાં સદ્દકાર્યો કરવા જોઈએ તેમજ આ પૃથ્વી પર આવવાનું કારણ એળે ન જવું જોઈએ.
આજે અમે આપને એક એવા વ્યક્તિ ની વાત કરીશું જેને સંયમ નો માર્ગ પકડી ને પોતાના જીવનનું સર્વસ્વ છોડીને સન્યાસનો માર્ગ પકડ્યો છે.હાલમાં જ જાણવા મળ્યું કે મધ્યપ્રદેશના ઈન્દોરની કંપનીમાં CA સુમિત જૈન હવે વૈરાગ્યના માર્ગે ચાલી નીકળ્યા.

CAનો અભ્યાસ કર્યા બાદ ઈન્દોરમાં જ નોકરી શરૂ કરી હતી અને દીક્ષા વૈરાગી રંગ લાગતા જ તેમણે રવિવારે તેમણે દમોહ જિલ્લાના કુંડલપુરમાં દીક્ષા લીધી હતી. તે હવે મંથનસાગર મહારાજ કહેવાશે. આ દરમિયાન તેમના પરિવારના સભ્યો પણ ત્યાં હાજર રહ્યા હતા. તે ઘણા સમયથી આચાર્યશ્રીના સાનિધ્યમાં કામ કરતો હતો.

આચાર્યએ એક બાદ એક દીક્ષાર્થીઓનું નામકરણ કર્યુ હતુ. આ પ્રસંગે તમામ દીક્ષાર્થીઓને ભોજનના વાસણ અને શાસ્ત્રો ભેટ આપવામાં આવ્યા હતા. દીક્ષા બાદ સુમિત જૈનનું નામ મંથનસાગર મહારાજ રાખવામાં આવ્યું હતુ.તમામ દીક્ષાર્થીઓએ આચાર્યને શ્રીફળ અર્પણ કરી દીક્ષા માટે આશીર્વાદ લીધા હતા. આચાર્યની આજ્ઞા મળતાં જ બધા દીક્ષાર્થીઓએ દીક્ષા લીધી હતી. હવે તેમના શરીર પર માત્ર બે જ કપડાં, લંગોટી અને ખેસ રહેશે. આ દરમિયાન આચાર્યશ્રીના નિર્દેશન હેઠળ દીક્ષાર્થીઓની ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી.

32 વર્ષીય સુમિત જૈન ગુના શહેરના વેપારી સુરેશચંદ્ર જૈનનો પુત્ર છે. તેનો જન્મ 1990માં થયો હતો. તેમના મોટા ભાઈ સચિન જૈન MR છે. સુમિત જૈને તેમનું પ્રારંભિક શિક્ષણ ગુનામાં મેળવ્યું હતું. આ પછી તેણે ઈન્દોરથી CAનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ બાદ ઈન્દોરમાં જ એક પેઢીમાં નોકરી કરતો હતો. બે વર્ષ ઈન્દોરમાં કામ કર્યા બાદ તેઓ આચાર્યશ્રીના સાનિધ્યમાં આવ્યો હતો. 4 વર્ષ પહેલા સમુદ્રમાં ચાલતા શાંતિધારા પ્રોજેક્ટમાં સુમિત જૈન જોડાયો હતો, ત્યારથી તેઓ આચાર્યશ્રીના સાનિધ્યમાં જ રહે છે. મે 2018માં તેણે બ્રહ્મચર્યનું વ્રત લીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!