એક સમયે લારી પર ધંધો કરતા વ્યક્તિએ ઉભી કરી 40 કરોડ ની કંપની ! જાણો કેવી રીતે આટલી સફળતા મળી..
કહેવાય છેને કે પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી તે આ કિસ્સાથી સત્ વચન સાબિત થાય છે. આ વાત છે એક એવા વ્યક્તિના સંઘર્ષ ભર્યા સફરની કે જે તમને પણ પુરુષાર્થ કરવા પ્રેરણા રૂપ બનશે.તમિલનાડુના ચેન્નઈમાં આવેલું એક ગામ જેનું નામ છે પલ્લવરમ, ત્યાં એક મુસ્લિમ કુટુંબ રહે છે. આ પરિવારની આર્થિક પરસ્થિતિ સારી નહોતી. દુકાળમાં અધિકમાસ જેવી સ્થિતિ ત્યારે સર્જાણી જ્યારે આસિફ અહમદના પિતાને પણ નોકરીએથી બરખાસ્ત કરવામાં આવ્યા હતા. હવે સંપૂર્ણ કુટુંબ ખૂબ જ ભયંકર આર્થિક તંગીનો મારો સહન કરી રહ્યું હતું.
આ આર્થિક પરિસ્થિતિમાં થોડો ઘણો સુધારો આવે તેવા હેતુથી આસિફ એ ન્યૂઝ પેપર વહેંચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા નક્કી કર્યું જેનાથી તેને થોડા ઘણા રૂપિયા મળવા લાગ્યા. આસિફ માત્ર ૧૨ વર્ષનો જ હતો. ભણતર તો પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે છૂટીજ ગયું હતું એટલા માટે તેણે પોતાની જૂની પુસ્તકો પણ વેંચીમારી. આસિફ માં ભલે વિદ્યાનો અભાવ હતો પણ તે ભરપૂર સાહસી હોવાથી અવનવા વિચારો અને ધંધા તેને પોતાના તરફ આકર્ષતા.
૧૪ વર્ષની ઉંમરમાં તેણે એક નવો ધંધો ખોલ્યો, તેણે એક પગરખાંની દુકાન નાખી નસીબ જોગે તેનો તેને લાખ રૂપિયા રળી આપવા લાગ્યો, પણ નસીબનું જોર જાજો સમય ટક્યું નહિ, ધંધામાં મંદી આવી પડી અને આસિફને દુકાન બંધ કરવાનો વારો આવ્યો.હવે યુવાનીમાં આવી ગયેલો આસિફ બીજા ધંધાની ખોજ માં ચાલી પડ્યો. પોતાને વિવિધ વાનગીઓ બનવાનો ખુબજ ચસ્કો હોવાથી તેણે વિચાર કર્યો એક કેટરિંગ બીઝનેસ શરૂ કરવાનો. તેને એક વ્યક્તિ પાસે વિવિધ વાનગીઓ બનાવતા શીખી, અને પોતે નીકાહ જેવા પ્રસંગોમાં આવી વાનગીઓ બનાવવા લાગ્યો. પણ આસિફ જેવા ધૂણી મગજના વ્યક્તિને ધીરે ધીરે કેટરિંગ બીઝનેસ માંથી પણ રસ ઉડવા લાગ્યો.
આસિફ ત્યારબાદ એક જાહેરાતનો શિકાર બન્યો કે જેમાં તેણે મુંબઈમાં નોકરી મળશે એવો વાયદો કરવામાં આવ્યો, જેમાં પોતે ૩૫,૦૦૦ રૂપિયાથી છેતરાયો. હવે આસિફ પાસે માત્ર ૪૦૦૦ રૂપિયા જ બચ્યા હતા. તેમાંથી આસિફે એક બિરયાની ની રેકડી ખોલી. આસિફ હવે ઠેર ઠેર બિરયાની વેંચવા લાગ્યો. આસિફ એ સિખેલું કામ તેને ફળ્યું અને તેની દરરોજની ૧૦-૧૫કિલો બિરયાની ઉપડવા લાગી.
આસિફનો ધંધો હવે વેગ પકડવા લાગ્યો હતો, તેણે ૨૦૦૫ની સાલ માં એક ૧૫૦૦ સ્કવેર ફૂટની દુકાનમાં એક વિશાળ રેસ્ટોરન્ટ ખોલ્યું જ્યાં તેણે પોતાની નીચે ૩૦ લોકોને કામ પર રાખ્યા. આસિફને હવે વેગ મળ્યો હતો તેણે પોતાના પૈસા અને લોન લઈને બીજી ૮ શાખાઓ ખોલી અને જોત જોતામાં આસિફની બિરયાની એક બ્રાન્ડ બની ગઈ. હાલ આસિફ બિરયાની નું ટર્નઓવર આશરે ૪૦ કરોડનું છે.ખરેખર સિદ્ધિ તેને જયવરે જે પરસેવે ન્હાય.