લો બોલો 52 વર્ષ પહેલાં લોકો રેસ્ટોરન્ટમાં મસાલા ઢોસાનો સ્વાદ બસ માત્ર આટલા રૂપિયામાં માણતા! બિલની કિંમત સાવ નજીવી…
હાલમાં બહુ જ જૂના જમાના ના બિલો વાઇરલ થઈ રહ્યા છે જેમાં લોકો તે સમય ના ભાવ અને તેનો જથ્થો જોઈને હોશ ખોઈ રહ્યા છે અને આજના સમય ની સાથે સાથે તે સમય ની વસ્તુની સરખામણી કરતાં જોવા મળે છે. સોશિયલ મીડિયા પર હાલમાં જૂના જમાનાની કોઈ વસ્તુ ના ભાવ શું હતા તે બિલો હવે બહુ જ વાઇરલ થઇ રહ્યા છે જેમાં આપના દાદા ના જમાના માં વસ્તુઓ ની કિમત જે હતી તે સાંભળીને આપના તો હોશ જ ઊડી રહ્યા છે.
ફરી સોશિયલ મીડિયા પર 52 વર્ષ પહેલાનું રેસ્ટોરન્ટ નું એક બિલ વાઇરલ થઇ રહ્યું છે. વાઇરલ થઇ રહેલા આ બિલ 28 જૂન 1971 નું છે. આ બિલ દિલ્લી ના મોટી મહેલ રેસ્ટોરન્ટ નું છે જે દુકાનદાર ના હાથ થી લખેલું છે. જેને જોઈને તમે પણ ભ્રમ માં મુકાઈ જશો કે આ દુકાનદર આ બિલ માં 0 લખવાનું ભૂલી તો નથી ગયો ને.
આ બિલ ની પર્ચી માં 2 મસાલા ઢોસા ની કિંમત 1 રૂપિયા અને 2 કોફી ની કિંમત 1 રૂપિયા લખવામાં આવી છે. એટલે કે એક મસાલા ઢોસા 50 પૈસા માં ને એક કોફી 50 પૈસાની જોવા મળે છે આમ કુલ 2 રૂપિયા ટોટલ બિલ બનેલું જણાય છે. આ માં 6 પૈસા સર્વિસ ટેક્સ અને 10 પૈસા સર્વિસ ચાર્જ બંન્ને મળીને કુલ જમવાનું બિલ 2 રૂપિયા અને 16 પૈસા થયું છે. આ જોઈને પણ તમે તમારી આંખો પર વિશ્વાસ નહિ કરી શકો.
આ બિલ દિલ્લી જેવા મહાનગર નું છે કે જ્યા ઢોસા નું આ બિલ જોઈને ભલ ભલા લોકોના હોશ ઉડી ગયા છે. આ બિલ સોશિયલ મીડિયા પર ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. આ પોસ્ટ ની સાથે પુરી જાણકારીઓ પણ આપી છે. આ પોસ્ટ પાર લોકો પ્રતિકિયા આપી રહયા છે અને જાણીને હોશ ખોઈ રહયા છે કે માત્ર 2 રૂપિયામાં મસાલા ઢોસા અને કોફી 1971 ના સાલમાં મળતી હતી. હાલમાં તો લોકો આ ઢોસા ના બિલ અને આજના સમય ના ઢોસા ના બિલ ને સરખાવીને અચરજ પામી રહયા છે.
Moti Mahal restaurant, Delhi's bill receipt of 28.06.1971. 2 Masala Dosa & 2 Coffey, 16 paise tax and Bill is Rs 2.16 only…..! pic.twitter.com/YllnMWQmTD
— indian history with Vishnu Sharma (@indianhistory00) February 1, 2017