એક ઘટનાએ તમામ સભ્યોનો જીવ લઈ લીધો માત્ર 75 વર્ષ દાદા એકલા રહી ગયા.
કહેવાય છે ને કે કુદરતના ખેલ ક્યારેય માણસ સમજી જ નથી શકતો! ઈશ્વર ક્યારે કંઈ રમત રમે તે ન સમજાય.
હાલમાં જ એક એવી કરુણ ઘટના બની કે પરિવારનો આખો માળો વિખેરાઇ ગયો અને ઘરનો એક જ સભ્ય હયાત રહ્યો. હાલમાં જ ભાવનગરના વરતેજનો અજમેરી પરિવાર જલગાવમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો. લગ્ન પ્રસંગ માણીને પરિવાર વરતેજ પરત ફરી રહ્યો હતો ત્યારે તારાપુર નજીકના ઇન્દ્રણજ પાસે ટ્રક સાથે ઇકો કારનો અકસ્માત થતાં અજમેરી પરિવારના 6 સભ્યો સહિત 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
આ અકસ્માતની એવી કરુણતા છે કે જે ઘરમાં એક જ મોભી જીવંત રહ્યો જ્યારે એટલો એકલ થઈ ગયા કે કોઈની ખભે માથું રાખીને રડી પણ ન શકે. આ અકસ્માતમાં પરિવારના 75 વર્ષના દાદા સિવાય કોઇ જીવિત રહ્યું નથી. એક જ પળમાં ઘરનાં સૌ કોઈ લોકોનો જીવ અકસ્માતમાં ગુમાવ્યો.
આ દુ:ખદ ઘટના અંગે મહામંત્રી ગુજરાત પ્રદેશ લઘુમતી મોર્ચાના નાહીનભાઈ કાઝીએ જણાવ્યું હતું કે, સવારે પરોઢીયે અમને સમાચાર મળ્યાં કે, તારાપુર પાસે એક ઇકો ગાડીનો અકસ્માત થયો છે. જેમાં જણાવવામાં આવ્યું કે મુસ્લિમ અજમેરી પરિવારના સભ્યોના મોત થયાં છે. જેથી અમે અજમેરી પરિવારવા ભાઇઓને ફોન કર્યાં ત્યારે અમને જાણવા મળ્યું કે, આધમજીનગરના અજમેરી પરિવારના 06 લોકો છે અને અન્ય ત્રણ લોકો છે.
અકસ્માતને પગલે અહીં ટ્રાફિકજામ થયો છે. ઘટનાસ્થળે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ પહોંચી છે તેમજ તારાપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી મૃતકોની ઓળખ કરી તેમનાં પરિવારજનોને જાણ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્ત્વનું છે કે ઇકો ગાડી ટ્રક નીચે ઘૂસી જતાં ગાડીમાં સવાર તમામ લોકોનાં મોત થયા છે.