દિવાળી હતા લગ્ન પરતું તે પહેલાં જ થયું યુવાનનું મૃત્યુ, બહેન ભાઈને પીઠી ચોળીને આપી અંતિમ વિદાઈ.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, માણસનું મૃત્યુ તેના હાથમાં નથી, ક્યારે મૃત્યુ પોતાના દ્વારે આવી જાય તે ખબર ન પડે! આજે આપણે એક એવા યુવાનની વાત કરવાની છે જેનાં હજુ દિવાળીમાં લગ્ન થવાના હતા એ જ પહેલા સુરજ આથમી ગયો. સમયની ક્યારે કાળ બનીને ભરખી ગયો ખબર જ ન પડી.
વાત જાણે એમ છે કે, ગોંડલનાં એક યુવાનનું ઇલેક્ટ્રીક શોક લાગતા મોત નિપજ્યું હતું. 25 વર્ષના જુવાન પુત્રનું મોત પરિવાર માટે કેટલો મોટો આઘાત હતો તેનો અંદાજ લગાવી શકાય છે. આ એક દુઃખદ પ્રસંગ હતો જેમાં લોકો પણ દુઃખી થયા કારણ કે આ યુવકના દિવાળીમાં જ લગ્ન હતા, તે ઘોડી ચઢવાનો હતો, તે વરરાજા બનવાનો હતો પરંતુ આજે તેની લાશને પરિજનોએ વરરાજાની જેમ શણગાર કરી તેને અંતિમ વિદાય આપી હતી.
તે બહેનનું દુઃખ અકલ્પનીય બન્યું હતું જ્યારે તેણે આંખમાં આંશુ અને ભારે હૃદયના કારણે સામાન્ય ધ્રુજતા હાથે તેની લાશની પીઠી ચોળી હતી. આ યુવક અજયના પિતાની જ ઈચ્છા હતી જેને પગલે તેને વરરાજાની જેમ તૈયાર કરી અંતિમ યાત્રા પર લઈ જવાયો હતો. ત્યારે તમામ લગ્નની વિધિઓ કરવામાં આવી અને ખરેખર ત્યારે પરિવારમાં દુઃખ વાતાવરણ છવાઈ ગયું હતું.
દિકરાનાં લગ્ન પહેલા જ તેને પોતે વિદાઈ લઈ લીધી અને પરિવાર આઘાટ સહન ન કરી શક્યું. તેમના પિતાની બહુ ઈચ્છા હતી અને આજ કારણે લગ્ન ધામધૂમ થી કરવાનો હતો પરંતુ કોરોના ગાઈડલાઈન્સ પ્રમાણે ધામ-ધૂમ થઈ શકે તેમ ન્હોતી પણ પિતાની ઈચ્છા હતી કે દિકરો ધામધૂમથી પરણે કારણ કે તે તેમનો એક માત્ર પુત્ર હતો. જેથી વડીલોએ નિર્ણય બદલી દિવાળી પછી લગ્ન નક્કી કર્યા પરતું ઈશ્વરે કંઈક બીજું ધાર્યું હતું. ભગવાન તેના દિવ્ય આત્મને શાંતિ અર્પે એજ પ્રાર્થના.