India

મોટા મોટા ઉદ્યોગપતિ ની જેમ આ 13 વર્ષ નો બાળક 18 કલાંક કામ કરે અને અત્યાર સુધી મા 56 કંપની…

તમે જાણોજ છો કે આ દુનિયામાં જો કોઈ વ્યક્તિ એક વાર કઠોર સંકલ્પ કરી ખુબજ મહેનત અને પરિશ્રમ કરી જે કામ કરે છે તેમાં તે જરૂર સફળતા મેળવતો હોઈ છે તેવીજ રીતે આજે તમને એક તેવાજ એક તેજશ્વી સગીર વિશે જણાવીશું. જે આજે ખુબજ મહેનત અને સંઘર્ષ કરી આજે 13 વર્ષના સૂર્યાંશ કુમારે એક વર્ષમાં 56 ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યા છે. તમને તેના વિશે જાણી 100% ગમશે આવો તમને વિસ્તારમાં જણાવીએ.

વાત કરીએ તો બાળકો ઉંમર સુધી ભણે છે, પછી મોટા થાય ત્યારે કામ કરે છે અને પછી વૃદ્ધાવસ્થા સુધી નિવૃત્ત થઈને પરિવારની સંભાળ રાખે છે. પરંતુ આ 13 વર્ષના દીકરાએ તો લોકોનું દિલ જીતી લીધું છે. આમ વાત કરીએ તો બિહારના એક 13 વર્ષના છોકરાએ પણ આવું જ કામ કર્યું છે. બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના કટરા બ્લોકના અમ્મા ગામના રહેવાસી 13 વર્ષના સૂર્યાંશ કુમારે એક વર્ષની અંદર જ્યારે અન્ય બાળકો અભ્યાસ અને રમતગમતમાં ધ્યાન આપે છે ત્યારે તેણે 56 ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કર્યા છે. સૂર્યાંશ હાલમાં ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યો છે અને તેણે 9મા ધોરણમાં અભ્યાસ કરતી વખતે તેનું પહેલું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સૂર્યાંશને આ આઈડિયા ઓનલાઈન સામાન સર્ચ કરતી વખતે આવ્યો હતો. અને જે પછી તેણે ધીરે ધીરે આગળ વધવાનું શરૂ કર્યું.

આમ તે પાછી તેનો આ વિચાર તેના પિતાને કહ્યો અને પિતાએ પણ તેનો સાથ આપી પ્રોત્સાહન પૂરું પડ્યું અને કહ્યું કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સ્વરૂપે સમગ્ર વિચાર દર્શાવવા જણાવ્યું હતું. સૂર્યાંશે મીડિયાને જણાવ્યું કે તેણે ઈ-કોમર્સ પ્લેટફોર્મથી શરૂઆત કરી હતી. સૂર્યાંશે તેનું પહેલું ડિજિટલ પ્લેટફોર્મ આ વિચાર સાથે શરૂ કર્યું કે કોઈપણ વસ્તુ 30 મિનિટની અંદર લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવશે. તેમજ વાત કરીએ તો સૂર્યાંશનું ડિજિટલ પ્લેટફોર્મ ‘શાદી કરી.કોમ’ લોકોને તેમના જીવનસાથી પસંદ કરવામાં મદદ કરી રહ્યું છે. આ સિવાય સૂર્યાંશની ક્રિપ્ટોકરન્સી સંબંધિત મંત્રા ફ્રાય ડિજિટલ પ્લેટફોર્મ પણ આવવાનું છે.

તેમજ સૂર્યાંશ જણાવે છે કે તેના કામમાં તેને આખા પરિવારનો પૂરો સહયોગ મળે છે. તેના પિતા તેને હંમેશા આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. સૂર્યાંશે ધ સ્મેશ ગયે નામનું પુસ્તક પણ લખ્યું છે અને હવે તે ફાઇનાન્સ સંબંધિત એક અલગ પુસ્તક લખી રહ્યો છે. આમ તેમના કામની વાત કરીએ તો સૂર્યાંશ તેના ડિજિટલ પ્લેટફોર્મને મોટું બનાવવા માટે દિવસમાં 18 કલાક કામ કરે છે. આ દરમિયાન તે પોતાનો અભ્યાસ પણ કરે છે. સૂર્યાંશ શાળાએ જઈ શકતો નથી પરંતુ તેને શાળા તરફથી પૂરો સહયોગ મળી રહ્યો છે. તે આ કાર્યને પોતાના જીવનમાં આગળ વધારવા માંગે છે. સૂર્યાંશના જણાવ્યા અનુસાર, તેને હાલમાં આ ડિજિટલ પ્લેટફોર્મ્સથી કોઈ આવક નથી મળી રહી, પરંતુ ટૂંક સમયમાં તેઓ તેને સારી કમાણી આપશે.

સૂર્યાંશના ડિજિટલ પ્લેટફોર્મમાં મંત્રાફાઈ, જસ બિઝનેસ, જીપ્સી કેબ્સ, જેસિફાઈ, જસ હેલ્થ, જસ જોલીઝ, મંત્ર-કોઈન, જસ બ્રાન્ડ્સ, જસ ટેક, જસ સ્નેપ, બુલબુલી વગેરેનો સમાવેશ થાય છે. તમામ ડિજિટલ પ્લેટફોર્મ સૂર્ય કોન્ટેક પ્રાઇવેટ લિમિટેડ હેઠળ સંચાલિત થશે. તમને જણાવી દઈએ કે સૂર્યાંશ કોન્ટેક પ્રાઈવેટ લિમિટેડનો પેપર ફાઉન્ડેશન તેની માતા અર્ચનાએ 2014માં નાખ્યો હતો. તેણે સૂર્યાંશ કોન્ટેક પ્રાઈવેટ લિમિટેડનું પેપરવર્ક પૂરું કર્યું હતું. આ પછી, 2021 માં, સૂર્યાંશે આ કંપનીના CEO તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને કંપનીએ ઊંચાઈ તરફ આગળ વધવાનું શરૂ કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!