લોક સાહિત્ય કલાકાર માયાભાઈ આહિરે ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી સાથેની આ ખાસ તસવીરો કરી શેર….જુઓ તસવીરો
ગુજરાતના લોકપ્રિય સાહિત્ય કલાકાર માયાભાઈ આહીર હાલમાં જ અમેરિકાના પ્રવાસમાંથી પરત ફર્યા અને તેમણે શ્રાવણ માસના શુભ અવસરે શિવ પૂજામાં લીન થઈ ગયા. હાલમાં થોડા દિવસ પહેલા જ માયાભાઈ આહિર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા હતા. આ સમગ્ર ઘટનામાં વાત જાણે એમ હતી કે, માયાભાઈ આહીરે ચંદ્ર પર પ્લોટ લીધો તેવી પોસ્ટ મૂકી હતી.
આ પોસ્ટ મુક્યા બાદ મીડિયામાં આ વિષય ચર્ચાનો બન્યો હતો. જેથી કરીને માયાભાઈ એ કહ્યું હતું કે, તેમણે ચન્દ્ર પર કોઈ પ્લોટના કાગળ નથી કરાવ્યાં.
હું તો ચંદ્રવંશી જ છું. ચંદ્ર પરના જે પ્લોટ દસ્તાવેજ છે તે તેમને સન્માન રૂપે મળ્યા હતા. આ વિવાદ તો પૂર્ણ થઈ ગયો છે પરંતુ હાલમાં માયાભાઈ આહીરની અન્ય તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
આ વાયરલ તસવીરો ખૂબ જ ખાસ છે. તમને જણાવી દઈએ કે ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી માયાભાઈના ઘરે પધાર્યા. આ ખાસ તસવીરો માયાભાઈ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પબ્લિશ કરી છે. ખરેખર આ તસવીરો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. સૌ કોઈ આ પોતાની પ્રતિક્રિયા અને મંતવ્ય કૉમેન્ટ બોક્સમાં જણાવ્યાં છે.
માયાભાઈ આહીરે આ તસવીરો પોસ્ટ કરીને કેપશનમાં લખ્યું છે કે, આજ રોજ અમારા ઘર આંગણે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવી પધાર્યા. આ તસવીરોમાં તમે જોઈ શકશો કે માયાભાઈ આહીરના પરિવારના સભ્યો પણ સૌ હાજર હતા તેમજ હાલમાં માયાભાઈ આહીર દ્વારા જે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, તે પ્રસંગે ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી પધાર્યા અને માયાભાઈ અહિરે શુભેચ્છા ભેટ આપી તેમજ છાલ ઓઢાળીને તેમનું સન્માન કરેલ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.