ગુજરાતના લોક લાડીલા માયાભાઇ આહિરે પોતાના ધર્મપત્ની સાથે જગત મંદિરમાં દ્વારકાધીશના દર્શન કર્યા, જુઓ આ ખાસ તસવીરો..
ગુજરાતના લોકપ્રિય સાહિત્ય કલાકાર માયાભાઇ આહીર ખૂબ જ સરળ અને સાદગીભર્યું વ્યક્તિત્વ ધરાવનાર ક્લાકાર છે અને સૌથી ખાસ વાત એ છે કે, તેઓ ખૂબ જ ધાર્મિકવૃતિ પણ ધરાવે છે. હાલમાં જ શ્રાવણ મહિનામાં મૌન વ્રત સહિત તેમણે મહારુદ્ર પૂર્ણ કરેલ અને 7 લાખ આહુતિ આપેલ. ખરેખર માયાભાઇની શિવભક્તિ ખૂબ જ અપાર છે. સોશિયલ મીડિયા પર તેમણે આ ખાસ તસવીરો પણ શેર કરી હતી. હાલમાં ફરી એકવાર માયાભાઇ આહીર પોતાના ધર્મ પત્ની સાથે દ્વારકા નગરીની મુલાકાત લીધી છે.
માયાભાઇ આહિરે પોતાના સોશિયલ મીડિયા પર આ તસવીરો પોસ્ટ કરી છે, તમે જોઈ શકશો કે જગત મંદિરના પરિસરમાં તેમણે પોતાના પત્ની સાથે તસવીરો ક્લિક કરાવી છે, ખરેખર માયાભાઈ આહીરની હરિહરની અપાર ભક્તિ જોઈને તેમના ચાહકોને પણ માયાભાઇ પ્રત્યે અતિ લગાવ થયો હશે. આપણે જાણીએ છે કે આજે માયાભાઇ આહીર દેશ વિદેશમાં ગુજરાતી સાહિત્ય અને ભજનોનું રસપાન કરાવે છે.
માયાભાઈ આહિરે માત્ર પોતાના જીવનમાં સંપતિની જ કમાણી નથી કરી પરંતુ તેમણે લોકોનો પ્રેમ અને સંબંધ પણ કમાવ્યો છે, ખરેખર જીવનમાં બધુ કરજો પણ કોઈનું ક્યારેય ખરાબ ન કરશો આ વાત તેમાં પિતા માયાભાઈ આહીરને કહેતા અને આ વાત તેમણે ગાંઠ બાંધી રાખી છે અને પોતના જીવનમાં આ વાતને તેઓ સાર્થક પણ કરે છે.
માયાભાઈ આજે ભલે ગુજરાત અને દેશ વિદેશમાં જાણીતા છેઃ પરંતુ તેઓ આજે પણ પોતાના ભૂતકાળને ભૂલ્યા નથી અને સંપતિ અને અતિ ઐશ્વર્ય હોવા છતાં પણ ક્યારેય મોટાપણું તેમનામાં જોવા નથી મળતું અને શ્રીમત લોકોની આજ તો મોટાઈ હોય છે કે બધુ હોવા છતાં પણ જમીનને અડીને ચાલવું. માયાભાઈ આહીર હાલામાં દ્વારકામાં શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન છે, ત્યારે આ તસવીરોએ સૌકોઈ ધ્યાન તેમની તરફ ખેચ્યુ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.