Gujarat

પાટણના પટેલ યુવકે લંડનમાં આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું ! મરતા પેહલા ઓડિયોમાં કહ્યું “હું અહીંયા ફસાય ગયો છું,માફ કરજો….

હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો એવું બોવ જ વધી ગયું છે કે યુવકો તથા વિધાર્થીઓ વિદેશમાં ભણવા માટે જતા હોય છે, હાલ તો બેન્ક દ્વારા પણ એવી લોનની સુવિધાઓ પુરી પાડવામાં આવતી હોય છે જેના દ્વારા આપણા દેશના વિધાર્થીઓ વિદેશમાં ભણી શકે, પરંતુ મિત્રો છેલ્લા થોડાક સમયથી વિદેશમાં આપણા મૂળ ભારતીયની મૃત્યુની ઘટનાઓ ખુબ વધી રહી છે, કોઈ અકસ્માત તો કોઈ સુસાઇડ કરીને તો કોઈ હત્યાનો ભોગ બની જાય છે.

એવામાં હાલ એક ખુબ જ દુઃખદ ઘટના હાલ સામે આવી છે જેમાં મૂળ આપણા ગુજરાતના વિધાર્થીએ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું, તમને જણાવી દઈએ કે લંડન ખાતે અભ્યાસ કરવા માટે ગેલ મૂળ પાટણ જિલ્લાનો યુવકે આત્મહત્યા કરી લીધી હતી. ચોંકાવનારી વાત તો એ કે યુવકે આત્મહત્યા કરતા પેહલા એક ઓડિયો પણ રેકોર્ડ કર્યો હતો જેમાં તેણે પોતાના માતા પિતા પાસે માંગી માફી હતી.

રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે પાટણના ચાણસ્મા ગામની અંદર રહેતો પ્રવીણ પટેલ(ઉ.વ.23) લંડનમાં અભ્યાસ કરવા માટે ગયો હતો જ્યા તેણે અચાનક જ આત્મહત્યા કરી લેતા સૌ કોઈ શોકમાં જ ગરકાવ થયું હતું, એટલું જ નહીં જયારે પરિવારજનોને આ સમાચાર પ્રાપ્ત થયા ત્યારે તેઓ સૌ કોઈ દુઃખમાં જ જતા રહ્યા હતા અને કેમ ના જતા રહે, દીકરાને બહાર ભણવા માટે મેકલ્યો હતો કે તે ઉમીદથી કે તે તેનું ભવિષ્ય સુધારશે પરંતુ તે જ દીકરાની ઘરે પાર્થિવ દેહ આવે તે કેટલી દુઃખની વાત કહેવાય.

પ્રવીણ પટેલે મરતા પેહલા એક ઓડિયો પણ રેકોર્ડ કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે મમ્મી-પપ્પા મેં તમારા 15 લાખ બગાડ્યા, મને માફ કરી દેજો.મીતે આ ઓડિયોમાં એમ પણ જણાવ્યું હતું કે તે લંડનમાં ફસાય ગયો છે અને તેની પાસે કોઈ રસ્તો નથી આ વાત પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે પ્રવીણે કોઈ ત્રાસને લીધે જ આત્મહત્યા કરી લીધેલ છે. આ ઘટનાને લઈને જાણવા પણ મળ્યું છે કે છેલ્લા 5 દિવસોથી પ્રવીણ સાથે પરિવારનો સંર્પક થયો હતો નહીં, આથી પરિવારજનો મીટ પટેલની હત્યા થઇ હોવાની શંકા સેવી રહ્યા છે અને હાલ તેમના સંતાનનો મૃતદેહ વતન લાવવામાં આવે તેવી સરકાર પાસે મદદ માંગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!