Viral video

મેકઅપ નો કમાલ તો જુઓ ! મેકઅપ બાદ બાળક પોતાની માતા ને ઓળખી ના શક્યો….જુઓ વિડીઓ હસી હસી ને…

સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં એક બાળકનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે એક બાળક પોતાની માને ઓળખી નથી શકતો. આ બાળક પોતાની માને એટલે નથી ઓળખી શકતો કારણ કે બાળકની મમ્મીએ મેકપઅપ કરીને પોતાના ચહેરાનો લુક જ બદલી નાખ્યો છે.

ખરેખર આ વાત તો સાચી છે કે, પાર્લરમાં મહિલાઓ તૈયાર થાય એટલે અતિ સુંદર બની જાય છે. ઘણીવાર તો ખુદને ઓળખી ના શકાય એવું મેકઓવર કરવામાં આવે છે. આ વિડીયો જોઈને એટલું તો સાબિત થઇ શકે છે કે, આ મહિલા પહેલા કેવી લાગતી હશે અને મેકઅપ કર્યા બાદ કેવી! જો તેનો બાળક જ ના ઓળખી શક્યો હોય તો બીજા લોકોનું તો શું કહેવું!

મહિલાઓ માટે સુંદરતા એ પ્રાથમિકતા છે, ત્યારબાદ આભૂષણો અને પછી આવે સાડી, ડ્રેસ અને સેન્ડલ, સૂઝ, પર્સ અને ગોગલ્સ જેવી વસ્તુઓ. આ જગતમાં એક સ્ત્રીને જ સુંદરતા નિખારવાનો હક મળ્યો છે. આમ પણ કહેવાય છે ને કે સુંદરતા એ સ્ત્રીનું ઘરેણું છે. આજે હજારો અને લાખો રૂપિયા ખર્ચ કરીને પણ સ્ત્રી સૌથી વધારે સુંદર દેખાવવાનો પ્રયત્ન કરે છે.

સ્ત્રીની સુંદરતામાં વધારો કરે છે, મેકઅપ! મેકઅપ દ્વારા સ્ત્રીના ચહેરાનો રંગ એક જ પળમાં બદલાઈ જાય છે. સ્ત્રીની ખરી સુંદરતા તો સાદગીમાં છે અને સાદગીથી વધારે આ જગતમાં બીજું કાઈ સુંદર નથી. આ વિડીયોમાં જોઈ શકો છો કે, બાળકની આંખમાંથી આંસુઓ વહી રહ્યાં છે અને પોતાની નજર સમક્ષ માં હોવા છતાં પણ મેકઅપના કારણે તે ઓળખી નથી શકતો.

બાળકને કોઇ કહી રહ્યું છે કે આ તારી જ મોમા છે, છતાં બાળક માનવા તૈયાર જ નથી.આ વીડિયોમાં દરેક વ્યક્તિએ પોતાના પ્રતિભાવો જણાવ્યા છે. આ વીડિયો રંગીલુ રાજુકોટ નામના ઇન્સ્ટા પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!