અનંત અંબાણીની સાદગી તો જુઓ ભાઈ! પેરીસમાં સામાન્ય વ્યક્તિ સાથે સેલ્ફી પડાવી, વીડીઓ જોઈને તમે પણ વાહ વાહ કરશો..
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનંત અંબાણીનું નામ સાંભળતાં જ આપણા મનમાં તેમની આલીશાન જીવનશૈલીની યાદ આવી જાય પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક વિડીયો આપણને અનંત અંબાણીની ખરીવાસ્તવિકતાથી રૂબરૂ કરાવે છે.. પેરિસ ઓલિમ્પિકમાં હાજરી આપનાર અનંત અંબાણીએ એક સામાન્ય વ્યક્તિ સાથે સેલ્ફી પડાવીને સાદગીનું ઉદાહરણ પુરું પાડ્યું છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે અનંત અંબાણી કારમાંથી ઉતરે છે ત્યારે એક આફ્રિકન યુવક તેમની સાથે સેલ્ફી લેવા માટે આવે છે. અનંત અંબાણી ખુશીથી તેમની સાથે ઉભા રહે છે અને યુવક અનંતના ખભા પર હાથ મૂકે છે. આ દ્રશ્ય અનંત અંબાણીની નિખાલસતા અને સાદગીનું પ્રતિક છે. જોકે, તેમના સિક્યુરિટી ગાર્ડ યુવકનો હાથ હટાવી લે છે, કારણ કે તેમની સુરક્ષા એ પ્રથમ પ્રાથમિકતા છે.
આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો અનંત અંબાણીની સાદગીની પ્રશંસા કરી રહ્યા છે.અનંત અંબાણીનું આ વર્તન આપણને એક મહત્વનો પાઠ શીખવે છે કે, સફળતા અને ધનવાન બનવું એ જરૂરી નથી કે, આપણે અહંકારી અને અભિમાની બની જઈએ. સાદગી અને નમ્રતા એ જ આપણને સફળતાના શિખર પર પહોંચાડે છે. અનંત અંબાણીનું આ વર્તન આપણા સૌ માટે પ્રેરણાદાયી છે, કોઈપણ વ્યક્તિની સફળતા તેની સંપત્તિ પર નહીં પરંતુ તેના વ્યક્તિત્વ પર નિર્ભર કરે છે. અનંત અંબાણીની સાદગી અને નમ્રતા એ આ વાતનું સૌથી મોટું ઉદાહરણ છે.