કરોડોની નેટવર્થ પણ મુકેશભાઈની સાદગી તો જુઓ!! લોકો સાથે હાલતા-ચાલતા માણ્યો ભજીયાનો સ્વાદ… જુઓ વિડીયો
હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર અંબાણી પરિવારની બોલબાલા ચાલી રહી છે અને સૌથી ખાસ વાત એ છે કે અંબાણી પરિવારે પોતાની સાદગીથી સૌ કોઈનું દિલ જીતી લીધું છે, ગઈ કાલના દિવસે અંબાણી પરિવારે રીલાયન્સ ટાઉનશીની નજીક આવેલા જોગવડ ગામે શ્રી મુકેશ અંબાણી, શ્રી અનંત અંબાણી અને સુશ્રી રાધિકા મર્ચન્ટ, સુશ્રી રાધિકા મર્ચન્ટના માતા-પિતા શ્રી વિરેન મર્ચન્ટ અને શ્રીમતી શૈલા મર્ચન્ટ તેમજ સુશ્રી રાધિકા મર્ચન્ટના નાની સહિતના અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યોએ પોતાના હાથે પરંપરાગત ગુજરાતી વાનગીઓ આસપાસના ગામોના લોકોને પિરસી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
આ ભોજન સમારોહમાં મુકેશ અંબાણી એ પણ ભરેલા મરચાના ભજીયાનો સ્વાદ માણ્યો હતો.સૌથી ખાસ વાત એ છે કે, એકદમ સામાન્ય વ્યક્તિની જેમ તેમણે ભજીયાનો સ્વાદ માણ્યો હતો એ પણ કોઈપણ જાતના અભિમાન વગર કારણ કે, તેઓ દેશના સૌથી ધનિક વ્યક્તિ છે. લગ્નમાં જે ગુજરાતી ભોજન બનાવેલું તે ગામના લોકો માટે હતું અને એ જ ભોજનનો સ્વાદ મુકેશ અંબાણીએ જાતે માણ્યો હતો, જે ભોજન તેમના મહેમાનો એ જમ્યું એ જ તેમને પણ જમ્યું એ પણ તમે વાયરલ વિડીયોમાં જોઈ શકશો કે તેઓ હાલતા – ચાલતા હાથમાં લઇને ભજીયાનો સ્વાદ માણી રહ્યા છે, કોઈ પણ પહેલી નજરે તેમને જોઈને ન કહે કે તેઓ દેશના ધનિક વ્યક્તિ છે,
મુકેશ અંબાણીએ માત્ર ભોજન જમ્યું જ નથી પરંતુ ગામના દરેક લોકોને પોતાના હાથેથી ભોજન પિરસીને સૌ ગામના લોકોને પ્રેમ ભાવ અને આદર સત્કારથી ભોજન કરાવ્યું અને ખાસ વાત એ કે તેમને અન્ન સેવા તો કરી પણ સાથો તે અન્ન સેવા ખરા અર્થે ત્યારે સાર્થક થઇ જ્યારે દરેક મહેમાનોને તેમના હાથે ભોજન જમાડ્યું. વૈભવશાળી જીવન ભલે તેઓ જીવી રહ્યા છે પરંતુ તેમના અભિમાન જરાય પણ નથી માત્ર ને માત્ર સાદગી રૂપે જ તેઓ જાહેર જીવનમાં વર્તે છે, હાલમાં તો મુકેશ અંબાણીએ સૌ કોઈ લોકોનું દિલ જીતી લીધું છે, આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં પણ એટલો જ લોકપ્રિય થઈ રહ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.