યુવતીએ 300 દિકરીઓને પોલીસ ભરતીની માટે ફ્રી મા તાલીમ આપી અને સાથે જમવા અને રહેવા…
આ જગતમાં કહેવાય છે ને ને, માનવ સેવા એજ પ્રભુ સેવા. આ વાતને હાલમાં એક દીકરી સાર્થક કરી રહી છે. ખરેખર પોતાના કરતા બીજાના માટે સમય કાઢીને પોતાનો સમય આપવો તેમજ તેમના લાભાર્થે કોઈ કાર્ય કરવું એ ખૂબ જ મોટી વાત કહેવાય. હાલમાં એક દીકરી ખૂબ જ લોકપ્રિય બની છે, કારણ કે તેને એક દીકરી થઈને અનેક દીકરીઓ માટે ઉત્તમ પ્રેરણાસ્ત્રોત બની છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલના એલ.આર.ડી ની ભરતી ની પ્રક્રિયા ચાલુ છે, ત્યારે આ યુવતી 300 દીકરીઓને ફ્રીમાં તાલીમ આપી રહી છે.
આ યુવતી વિશે સંપૂર્ણ માહિતી જાણીએ. વાત જાણે એમ છે કે, ગુજરાતનાં પાલનરપુરની પ્રિયંકા ચોપરા ન તો કોઈ ઉચ્ચ પદ પર છે કે ના કોઈ સંસ્થા સાથે જોડાયેલ છે. તેને પોતાની જાત દ્વારા એક એવી સંસ્થાનું નિર્માણ કર્યું છે, જ્યાં અનેક દીકરીઓને તાલીમ મળે છે અને પોતાના પગભેર ઉભી થઇ શકે છે. વાત જાણે એમ છે કે, પારુલ ચૌહાર દીકરીઓને ફ્રીમાં શારીરિક તાલીમ આપે છે, જેમાં 300 દીકરીઓ આજે તાલીમ રહી છે.
જ્યારે પારુલ ચૌહાણ આ દિકરીઓને રસ્તા પર કસરત કરતા જોઈએ ત્યારે તેને એક વિચાર આવ્યો કે જો આ યુવતીઓને યોગ્ય તાલીમ આપવામાં આવે તો તે ખૂબ જ સફળ થઈ શકે છે. બસ આ જ કારણે તેને 30 દીકરીઓને તાલીમ આપવાનું શરૂ કર્યું અને ગામે ગામે થી દીકરીઓને તાલીમ આપે છે. આ બાદ તેમની સાથે નિવૃત આર્મી ઓફિસર પરમાર સાહેબ પણ જોડાયેલ અને ની: સ્વાર્થ ભાવે દીકરીઓ ને તાલીમ આપવામાં મદદે આવ્યા.
કહેવાય છે ને કે, જ્યારે તમે સદ્દકાર્યોનાં માર્ગે ચાલો છો, ત્યારે ભગવાન તમારી સાથે જ હોય છે. આખરે આ કાર્યમાં અનેક દાતાઓ નો સહયોગ મળવાથી તમામ દીકરીઓને સવારમાં દૂધ, કેળા, મગ જેવો પૌષ્ટિક આહાર આપવાનું શરૂ કર્યું અને જે દીકરીઓ દૂર ગામડે થી આવે છે, તે તમામ દીકરીઓને રહેવા અને જમવાની સેવા પુરી પાડી છે. અત્યાર સુધીમાં જેટલી દીકરીઓને તાલીમ આપી છે, તેમાંથી અનેક દિકરીઓએ સફળતા મેળવી છે. ખરેખર પ્રિયંકા ચૌહાણ ની આ કામગીરી ખૂબ જ સરહાનિય છે