લુણાવાડા ની 24 વર્ષિય યુવતીએ પોતાના સુંદર વાળ નુ મૂંડન કરાવી નાખ્યુ ! કારણ જાણશો તો સલામ કરશો
એક સ્ત્રીની સુંદરતા તેના ચહેરા થી વધુ તેના કાળઘેરાવ કેશ થી થતી હોય છે! રંગ ગમે તેવો હોઈ પણ સ્ત્રી ની સુંદરતા એમા જ નિખરી આવે છે, ત્યારે હાલમાં જ લુણાવાડા ની 24 વર્ષિય યુવતીએ પોતાના સુંદર વાળ નુ મૂંડન કરાવી નાખ્યુ ! જ્યારે તમે કારણ જાણશો તો સલામ કરશો અને આ દીકરીના વખાણ કરતા નહીં થાકો! આમ પણ કહેવાય છે ને વ્યક્તિ પોતાના માટે તો કંઈ પણ કરી શકે છે, પરતું બીજા કોઈને માટે કરે તો સાચું કહેવાય. ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી કારણ કે, આ વાત ખૂબ જ હ્દય સ્પર્શી અને પ્રેરણાદાયક છે.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે તૃપલ પટેલ નામના વ્યક્તિએ કેન્સરગ્રસ્ત દર્દીઓને મદદરૂપ થવા એક સંસ્થા બનાવી છે. જેના સોશિયલ મીડિયાના માર્કેટિંગથી ગુજરાતમાં હેર ડોનેશન કરવા ઇચ્છતા વ્યક્તિઓ તેમની સાથે જોડાઈ વાળનું દાન કરી રહ્યા છે.ત્યારે હાલમાં જ હિસાગર જિલ્લાના લુણાવાડાની 24 વર્ષીય રોશની પટેલ નામની ડોક્ટર યુવતીએ વિસનગરમાં આવી પોતાના હેર ડોનેટ કર્યા હતા. આ ઘટના આજના સમાજ માટે ખૂબ જ પ્રેરણા દાયક છે. દાન કરવું એ ખૂબ જ મોટી વાત છે અને જીવનમાં દાનનો મહિમા ખૂબ જ અનેરો છે.
આ યુવતી મેડિકલ ક્ષેત્રે તબીબી સેવા આપતી હોવાથી તેમને કેન્સર પીડિતોને સમાજમાં શરમ અને સંકોચનો અનુભવ કર્યા વિના વિગ પહેરી ફરી શકે તે માટે પોતાના વાળનું દાન કરી એક સહયોગ આપ્યો હોવાનું જણાવી રહ્યા છે. તે પોતે વાળ વિના જ ખુલ્લા માથે જાહેર જીવનમાં રહેશે. જેથી કોઈ બીમારીથી પીડાતા વ્યક્તિને હિંમત અને હૂંફ મળી રહી અને તે માનસિક રીતે ભાંગી ન પડે.વિસનગરના તૃપલ પટેલે રાજ્યની 800 જેટલી સ્ત્રીઓને હેર ડોનેશન માટે મદદ કરી છે.
આ કાપેલા વાળ મહારાષ્ટ્રની મદદ સંસ્થાને મોકલવામાં આવે છે. જ્યાં હેર ડોનરોના વાળ મેળવી કેન્સર ગ્રસ્તોને નિઃશુલ્ક વિગ બનાવી આપવામાં આવે છે. ખરેખર આ કાર્ય ખૂબ જ સરહાનીય છે, આપણે સૌ કોઈ જાણીએ કે, કેન્સરગ્રસ્ત લોકોના દવા નાં લીધે વાળ ચાલ્યા જાય છે, ત્યારે એવા લોકો માટે વિગ બનાવવામાં આવે છે, ત્યારે આજના સમયમાં અનેક યુવતીઓ પોતાના વાળ આવી રીતે દાન કરે છે. આ કાર્ય સદ્દકાર્ય છે અને જીવનમાં કોઈ પણ વસ્તુઓ નું દાન કરો એનું પુણ્ય જરૂર મળે છે.સમાજમાં દાન દેવા માટે સદાય હાથ આગળ રહેવા જોઈએ.