જૂનાગઢ 75 સ્વાતંત્ર્ય પર્વમાં ભાવુક દ્ર્શ્ય! માની પ્રેરણા થી જે દીકરો Dysp બન્યો એને જ ASI માતા એ સેલ્યુટ કરી…
દરેકના જીવન માનું મહત્વ ખૂબ જ અનેક ગણું હોય છે! કહેવાય છે ને કે, સમયની સાથે બધું જ બદલાઈ જાય છે પરંતુ એક માનો પ્રેમ કયારેય નથી બદલાતો. આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક વખત દીકરી અને પિતાના વ્હાલની અમે શોર્યતાની કહાની વિશે સાંભળવા મળતું હોય છે. પરતું હાલમાં જ ગુજરાતનાં ગૌરવ સમાન ગણાતું ઐતિહાસિક નગર એટલે જૂનાગઢ શહેર ખાતે ગુજરાત રાજ્ય કક્ષાનો 75માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન એક ભાવુક દ્ર્શ્ય સર્જાયું હતું.
આ કાર્યક્રમમાં મા દિકરા ની જોડી એ સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષયું હતુ. ખરેખર આ દ્રશ્ય સૌ કોઈ આંખોમાં આંસુઓ લાવી દે તેમજ સૌના માટે એક પ્રેરણાદાયક કિસ્સો હતો. વાત જાણે એમ છે કે, અરવલ્લી જીલ્લામાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા વિશાલ રબારીએ પરેડની કમાન્ડ સાંભળી હતી. બનાવ એવો બન્યો કે, જાણે વિધાતાનો જ ખેલ હોય, ત્યાતે જ આવું સદ્દભાગ્ય રચાતું હોય છે.
એક તરફ દીકરો પરેડ ની કમાન સંભાળતો હતો, જ્યારે
યુવક ની માતા મધુબેન રબારી જૂનાગઢ તાલુકા મથકે આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા હોવાથી પરેડ દરમિયાન ડીવાયએસપી પુત્રએd માતાની સેલ્યુટ ઝીલી હતી. આ દ્રશ્ય સર્જાતા સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા અને આ ક્ષણ મા દીકરા માટે જીવનની સૌથી યાદગાર પળ બની ગઈ હતી.
ડીવાયએસપી વિશાલ રબારીએ તેમની માતા તેમના માટે રોલ મોડલ હોવાનું અને હાલ પોલીસતંત્રમાં ઉચ્ચ અધિકારી તરીકે માતાની મહેનતના લીધે ફરજ બજાવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. આ જગતમાં તો મા ભગવાન થી પણ અતુલ્ય છે, ત્યારે પોતાની ફરજ ખાતર મા દીકરાનો સંબંધ ભૂલી ને મા પોતાના દીકરાને સેલ્યુટ કર્યું હતું. ત્યારે આ ક્ષણ ભાગ્યે જ જોવા મળતી હોય છે.
ગુજરાત પોલીસમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા પુત્રને એએસઆઈ તરીકે ફરજ બજાવતા માતાએ રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સલામી આપતા અને ડીવાયએસપી એએસઆઈ માતાના પુત્ર જ હોવાનું બહાર આવતા ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હંમેશા માતાને પુત્ર સલામ કરતો હોય છે પરંતુ ફરજના ભાગરૂપે માતાએ પુત્રને સેલ્યુટ આપી હતી. પરેડમાં હાજર અને રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વમાં ઉપસ્થીત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ગૌરવ અનુભવ્યું હતું.