વડોદરામાં એક જ સાથે માતા-દીકરીની અર્થી ઉઠતા આખું ગામ હીબકે ચડ્યું ! માતાના નિધન થયાના 5 જ મિનિટમાં દીકરી પણ મૌતને પામી..
મૃત્યુ એક એવી ચીજ છે જે ક્યારે કોના પર અને કેવી રીતે આવી જતું હોય છે તે કોઈને પણ ખબર હોતી નથી, કહેવામાં આવે છે કે જ્યારે આપણા નસીબમાં મૃત્યુ લખ્યું હશે તે જ સમયે તમને મૃત્યુ મળશે. ઘટના ભલે કુદરતી હોય કે કુત્રિમ કોઈપણ રીતે તમારૂ મૃત્યુ તો ક્યારેને ક્યારે તો થવાનું જ છે મોટા મોટા ગ્રંથમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,હજી થોડા દિવસ પેહલા જ જામનગર માંથી એક દુઃખદ ઘટના સામે આવી હતી જેમાં માતાને દીકરાનું મૃત્યુનું એવું આઘાત લાગ્યું કે તેનું પણ કરુણ મૌત નીપજ્યું હતું.
એવામાં જામનગર બાદ વડોદરાના પાદરા તાલુકામાંથી આ ઘટના સામે આવી છે જ્યા એક જ સાથે માતા-દીકરીના મૌત થતા સૌ કોઈ શોકાતુર બન્યું હતું,પાદરા તાલુકાના ધોબીકુવા ગામની આ ઘટના હોવાનું સામે આવ્યું છે જ્યા ખેતમજૂરી કરીને પોતાનું ઘર ચલાવનાર પરિવાર પર જાણે દુઃખનો આભ ફાટી પડ્યો હોય તેવી સ્થિતિ બની હતી, માતા-દીકરી સાથે એવી તો શું ઘટના બની હશે? તો ચાલો મિત્રો અમે તમને આ પુરી કરુણ ઘટના વિશે જણાવી દઈએ.
ધોબીકુવા ગામની અંદર છત્રસિંહ ભરતસિંહ પઢીયાર પોતાની પત્ની ઉષાબેન પઢીયાર(ઉ.વ.39) તથા બે દીકરી સાથે રહેતા હતા, છત્રસિંહ ખાનગી કંપનીની અંદર નોકરી કરતા હતા જયારે ઉષાબેન તથા તેમની દીકરી ખેતમજૂરી તથા પશુપાલન કરીને પોતાનું જીવન ગુજારતા, એવામાં સોમવાર સવારે જયારે છત્રસિંહ નોકરીએ ગયા હતા જયારે નાની દીકરી બાજુના ઘરે ગઈ હતી ત્યારે ઉષાબેન તથા તેમની મોટી દીકરી એટલે નયના કપડા ધોય રહ્યા હતા એવામાં નયન કપડા સુકવા માટે બાંધેલા તાર બાજુ જઈને કપડા સુકવી રહી હતી.
વરસાદી વાતાવરણ હોવાને લીધે કરન્ટ તાર પર ઉતરી આવ્યો હતો એવામાં કપડા સુકાવી રહેલ નયનાને કરન્ટ લાગતા તે તાર સાથે કપડા ધોય રહેલ માતા પર પડી હતી જેના લીધે ઉષાબેનને પણ કરન્ટ લાગ્યો હતો, કરન્ટ લાગતા બુમાબુમ પાડતા જ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કરન્ટ માંથી છોડાવ્યા બાદ તેઓએ તરત જ બંનેને નજીકના હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જ્યા પેહલા માતાનું મૃત્યુ થયું અને એના પાંચ જ મિનિટની અંદર દીકરી પણ મૌતને પામી ગઈ હતી.
ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પુરી ઘટનાની તપાસ હાથ ધરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ કરીને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. પરિવાર તથા આખા ગામમાં જાણે દુઃખનું મોજું ફરી વળ્યું હોય તેવી સ્થિતિ બની હતી, માતા-દીકરીની એક સાથે જ અર્થી ઉઠતા સૌ કોઈ હીબકે જ ચડ્યું હતું.