માં અંબાજી દર્શન કરીને પરત ફરતા મિત્રો ને કાળ ભરખી ગયો! કારમાં લીધેલ સેલ્ફી બની અંતિમ…
દિવસે ને દિવસે અનેક રોડ અકસ્માતના બનાવો બને છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ ગંભીર અકસ્માત થયો. આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, અંબાજીના દર્શન કરી વતન પરત તારાપુરના પાંચ યુવકોની કારને પાલનપુર-મહેસાણા હાઈવે સ્થિત વડગામ તાલુકાના છાપી નજીક અધુરીયા પુલ પાસે શનિવાર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો.
આ ગોજારી ઘટનામાં ત્રણ યુવાનોનું મોત થયું. તેમજ અન્ય બે યુવાનો ને ગંભીર ઈજા પહોંચી હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સોજિત્રા અને તારાપુરમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
તારાપુર તાલુકાના કાનાવાડા ગામના રહેવાસી પાંચેય મિત્રો ભેગા મળીને અંબાજી માતાજીની માનતા પૂર્ણ કરવા ગયા હતા. આ જ દરમીયાન દર્શન કરી પાંચેય મિત્રો કારમાં પરત ફરી રહ્યા હતા.
તે દરમિયાન પાલનપુર – મહેસાણા હાઇવે ઉપર આવેલા છાપી નજીક અધુરીયા પુલ પાસે ગેસના સિલિન્ડર ભરેલી બે ટ્રકોએ કારને ટક્કર મારતા કારના પાછળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેને પગલે કારમાં સવાર કાકા-ભત્રીજા અને મિત્ર હિતેન્દ્રનું મોત નીપજ્યું હતું. પાંચેય જણાં દર્શનાર્થે નીકળ્યા હતા ત્યરે કારમાં લીધેલી બે મિત્ર હિતેન્દ્ર અને પંકજની સેલ્ફી અંતિમ બની ગઈ હતી. બંને મિત્રોએ તેમના સ્ટેટસમાં પણ મૂકી હતી. આ ઘટનાને કારણે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગયેલ.
આ દુઃખદ ઘટનામાં પંકજભાઈ અને તેમનો મિત્ર હિતેન્દ્રભાઈ બંને પરણિત હતા. પંકજભાઈને પાંચ વર્ષની જેન્સી અને બે વર્ષની માહિરા નામે પુત્રીઓ છે. જ્યારે હિતેન્દ્રભાઈને બે પુત્ર છે. જ્યારે મૃતક હર્ષદ અપરણિત છે. અકાળે બનેલી ઘટનાને પગલે બે પરિવારે તેમના મોભી ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ ઘટના માં મૃત પામેલ વ્યક્તિની આત્મને શાંતિ મળે તેમજ ઇજાગ્રસ્ત થયેલ વ્યક્તિઓ જલ્દી સ્વસ્થ થઈ જાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ.