માઁ ને “મમ્મી” બોલાવું કેટલું કેટલું યોગ્ય છે ?? કબરાઉ ધામના મણિધર બાપુએ આ અંગે કહી આ ખાસ વાત,કહ્યું કે “મમ્મી શબ્દનો ઉપયોગ…
મિત્રો વાત કરવામાં આવે તો આપડે જયારે ઘરમાં હોઈએ છીએ ત્યારે સામાન્ય રીતે પોતાના માંતા- પિતાને મમ્મી અને પપ્પા કહીને બોલાવતા હોઈએ છીએ. તેવામાં હાલ કચ્છના મણિધર બાપુનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેમનું કહેવું એવું છે કે આપડે ઘરમાં જાગીને માં -બાપને આપડે મમ્મી કે પપ્પા નહિ બલ્કે માં કે બાપા કહીને બોલવવા જોઈએ. તો ચાલો તમને આ આખો વિડીયો વિસ્તારમાં જણાવીએ કે મણિધર બાપુએ આગળ શું શું કીધું.
મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે મણિધર બાપુ કહે છે કે ,”ઘરમાં ઉઠોને સવારમાં વહેલા તમારો કરોડ રૂપિયાનો બંગલો, 5 કરોડનો બંગલો હોઈ, 1 કરોડનો બંગલો હોઈ. કે 5 લાખનો હોઈ સવારમાં જાગીને “માઁ” શબ્દ બોલો, મારો બાપ, મારી બહેન, આમ આવા શબ્દો બોલો મમ્મી નો બોલો આ શબ્દ વિનાશ છે. ભાઈને ભાઈ કયો પરંતુ બહારની વિકૃતિ ન બોલો. માઁ શબ્દ બોલો કારણ બોલો તો આપણું દુઃખ માઁ સાંભળે”
“એટલે કીધું કે નામે દુઃખનો નાશ થાય. કારણ કે માઁ શબ્દથીજ તમારા દુઃખ હરાઈ જાય છે. બને ત્યાં સુધી ઘરની અંદર ગુગળ અને ગાયના ઘી નો ધૂપ કરો ” આમ તેમના કહેવાનું એવું છે કે આજની યુવા પારેધી જ્યારે પોતાના માતા પિતાને મમ્મી અને પપ્પા કહીને બોલાવે છે ત્યારે બાપુ કહે છે કે મમ્મી શબ્દનો ઉપયોગ નો કરો કાને માઁ શબ્દનો ઉપયોગ કરો જેના લીધે તમારા બધાજ દુઃખનો નાશ થાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
View this post on Instagram