Gujarat

સગી જનેતાએ ત્રણેય સંતાનોને કૂવામાં ફેંકી દીધા! મહિલા આવું કૃત્ય કર્યું કારણ કે…

જગતમાં મા થી મોટું કોઈ નથી! મા જનની છે, તેના કુખે થી આપણે નવજીવન મળે છે પરંતુ જો એ જનની જ ક્યારેક મોતનું કારણ બને તો આપણને વિશ્વાસ ન આવે ! કહેવાય છે ને કંઈક મજબૂરી રહી હોય છે મા ની પણ નહીં તો પોતાના પેટના જણ્યાને આમ પોતાના હાથે તો ન જ મારી નાખે. આજે આપણે જાણીશું એવી ઘટના કે તમે ચોકી જશો.

વાત જાણે એમ છે કે, જિલ્લાના ધ્રોલ પંથકના ખંભાલીડા ગામે સગી જનેતાએ તેના માસુમ ફુલ જેવા ત્રણેય સંતાનોને કૂવામાં નાંખી દીધા.પોલીસને જાણ થતાં જ તેમને તાત્કાલીક કાર્યવવાહી હાથ ધરી. આ મુત્યુ નો બનવાનું કારણ મહિલાનો પતિ હતો. બન્યું એવું કે  ગામે પતિ સાથે અણબનાવ  થતા પતિ ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ ગુસ્સે ભરાયેલી શ્રમિક મહિલાએ પોતાના ત્રણેય સંતાનોને કૂવામાં નાખીને પોતે પણ ઝંપલાવ્યું હતું જોકે શ્રમિક મહિલા કૂવામાં પાઇપ પકડી લેતા બચી ગઇ હતી અને તેના ત્રણેય સંતાનો મોતને ભેટયા હતા.

આ સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનોનાં ટોળાં એકત્ર થઇ ગયા હતા અને તાત્કાલિક રોલ અને જામનગર ફાયર બ્રિગેડની મદદથી ત્રણેય બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા, આ વેળાએ જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પંચનામા સહિતની કામગીરી કરી ત્રણે બાળકોના મૃતદેહને પીએમ માટે ખસેડાયા હતા. ખરેખર આ એક નિર્દય ઘટના હતી માત્ર પતિ પત્નીના ઝઘડામાં ત્રણ બળકોએ જીવ ગુમાવ્યો. માણસ ગુસ્સામાં ક્યારે શું કરી દે કોઈને ખબર નથી હોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!