નાની ઉંમરે મોટો રેકોર્ડ બનાવ્યો ! 5 વર્ષના બાળકે માત્ર 1 મિનિટ અને 35 સેકન્ડમાં હનુમાન ચાલીસા બોલી, રાષ્ટ્રપતિ દ્વારા થશે સન્માન
આજે આપણે એક એવા બાળક વિષે જણાવીશું, જેના વખાણ સૌ કોઈ કરી રહ્યા છે. આપણા દેશણ રાષ્ટ્રપતિ પણ સન્માન કરશે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ બાળક કોણ છે? વાત જાણે એમ છે કે, પંજાબના ભટિંડામાં એક 5 વર્ષનો બાળક છે જેણે માત્ર 1 મિનિટ 35 સેકન્ડમાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો, આ કારણે બાળકના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. બાળકની આ સિદ્ધિના કારણે માતા પિતા પણ ગૌરવ અનુભવી રહ્યા છે કારણ કે બાળકે ખુબ જ નાની વયે અશક્ય ને શક્ય કરી બતાવ્યું છે.
હનુમાન ચાલીસ આપણા સૌ માટે એક પ્રિય પાઠ છે, ભગવાન હનુમાનજીની આરાધના રૂપે આપણે સૌ પઠન કરીએ છીએ. આ જ હનુમાન ચાલીસાનું પઠન ગીતાંશે થોડા જ સમયમાં કર્યું. વર્ષ 2018માં હજારીબાગના એક 5 વર્ષના બાળકે 1 મિનિટ 55 સેકન્ડમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેમનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું હતું. બાળકનું નામ યુવરાજ છે પરંતુ ગીતાંશે યુવરાજનો રેકોર્ડ તોડ્યો અને 1 મિનિટ 54 સેકન્ડમાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. જે બાદ સપ્ટેમ્બર 2022માં તેનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું હતું.
અનોખો રેકોર્ડ બનાવવા બદલ ભારત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 30 ઓગસ્ટે તેમનું સન્માન કરશે. ગીતાંશના પિતા ડૉ.વિપિન ગોયલે કહ્યું કે તેમના પુત્રએ અમને ગૌરવ અપાવ્યું છે. આટલી નાની ઉંમરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ મુશ્કેલ છે, તે પણ આટલા ઓછા સમયમાં. પણ અમારા દીકરાએ પાંચ વર્ષની ઉંમરે એ કર્યું. ગીતાંશની માતા ડૉ.અમનદીપ ગોયલ પણ પોતાના પુત્ર પર ગર્વ અનુભવી રહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.