“મહાભારત” સિરિયલ મા દેવરાજ ઈન્દ્ર નુ પાત્ર ભજવનાર સતીષ કૌલે નીભાવ્યુ હતુ ! તેમના જીવન ના અંતિમ દીવસો એવી રીતે પસાર થયા હતા કે જાણી ને દુખ થાશે ..
અભિનયની દુનિયા એ ખૂબ જ કઠિન છે. અહીંયા દરેક કલાકારોનું જીવન પણ નાટક અને ફિલ્મી દુનિયા જેવું બની જાય છે. આજે આપણે વાત કરીશું મહાભારત સીરિયલમાં ઇન્દ્રદેવનું પાત્ર ભજવનાર કલાકારના જીવન વિશે. આજે તેઓ આ દુનિયામાં નથી પરંતુ તેમન કિરદારને આજ સુધી કોઈનથી ભુલ્યો. હા લોકો તેમના વ્યકિતત્વ ને કદાચ ભૂલી પણ જાય પણ કલાકારો દ્વારા ભજવેલ પાત્રને લોકો ક્યારેય નથી ભૂલતા.આજે સતીષ કૌલ આપણી વચ્ચે નથી રહ્યા કારણ કે તેમને આ દુનિયામાંથી વિદાય લઈ લીધી છે.
મહાભારત સિરિયલ થી અનેક કલાકારોનું જીવન સફળ થયું છે અને ઓળખ પણ મેળવી છે. સતીષનાં જીવન વિશે જાણીએ તો તેમને પંજાબી ફિલ્મોથી કારકિર્દીની શરૂઆત 1979 માં થઈ હતી. પોતાની અભિનયની કળાથી તેમનેકારકિર્દીની શરૂઆતમાં, તેમણે ઘણી હિટ પંજાબી ફિલ્મો આપી. ફિલ્મોમાં સફળતા મેળવ્યા બાદ તેમને હિન્દી ફિલ્મોમાં આગમન કર્યું.
હિન્દી ફિલ્મોમાં તેમને ‘કર્મ’, ‘આન્ટી નંબર વન’, ‘પ્યાર તો હોના હી થા’, ‘પ્યાર કા મંદિર’, ‘ખુની મહેલ’ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયની લહેર બધે જ ફેલાવી દીધી હતી. તેમના અભિનયના જીવનમાં તેમને 300 થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું પણ તેમનું અંગત જીવન ખૂબ જ ખરાબ રહ્યું અને એ જીવન તેમના ફિલ્મોની કહાની કરતા પણ વધુ દુઃખ દાયી હતું.ખરેખર આવું જીવન તો ભગવાન કોઈને પણ ના આપે.
ફિલ્મોમાં અભિનય કર્યા પછી તેમને હિન્દી સિરિયલમાં કામ કરવાનું શરૂ કર્યું. સૌથી પહેલા તેમને પ્રખ્યાત સીરિયલ ‘મહાભારત’માં દેવરાજ ઇન્દ્ર તરીકે નું પાત્ર ભજવેલ.એક ઇન્ટરવ્યુમાં તેણે ફિલ્મોમાંથી ટીવીમાં આવવાનું કારણ પણ આપ્યું હતું. ખરેખર, આતંકવાદનો પડછાયો 80 ના દાયકામાં ફેલાયો હતો જેના કારણે સતિષજીની ફિલ્મ કારકીર્દિ ડૂબતી હોય તેવું લાગતું હતું.આ કારણે તેઓ હિન્દી સિરિયલમાં કામ કરવા લાગ્યા હતા.
મહાભારત સિવાય તેમને રામાનંદ સાગર ‘વિક્રમ અને વેતાળ’ આમાં સૌથી પ્રખ્યાત હતા. આ સિરિયલમાં સતીષ કૌલે ખુદ યુવરાજ આનંદસેન, રાજકુમાર અજય, મધુસુદન, વૈદ્ય, સત્તશીલ, રાજકુમાર વજ્રમુક્તિ, સેનાપતિ અને સૂર્યમલ સહિત અનેક ભૂમિકાઓ કરી હતી. તેમના જીવનના દુઃખના ડુંગરો ત્યારે તૂટી પડ્યા જ્યારે તેમને અભિનય છોડીને પોતાની એક્ટિંગ એકડમી ખોલી. તેમની જીવનની બચત મૂડી તેમાં રોકી જે ખોટમાં ગઈ.
એક સમયે કરોડો રૂપિયાની સંપત્તિ હતી પણ એવા દિવસો આવ્યા કે અભિનેતા પાસે પોતાના ખર્ચ માટે પૈસા નહોતા. ઉપરથી, આ સ્થિતિમાં, પત્ની અને પુત્ર તેને છોડીને અમેરિકા ચાલ્યા ગયા. જીવનના અંતિમ દિવસોમાં તેમને વૃદ્ધાઆશ્રમમાં રહેવાનો વારો આવ્યો અને જીવનના અંતિમ દિવસોમાં તેમને એકલવાયું જીવન જીવું પડ્યું અને આખરે પોતાના અંતિમ શ્વાસ છોડીને આ દુનિયામાં થી તેમને વિદાય લઈ લીધી.