મહાદેવ ભક્ત અંબાણી પરીવારે સોમનાથ બાદ આ મંદિર ને આપ્યુ કરોડો નુ દાન !જુઓ તસ્વીરો
હાલમાં અંબાણી પરિવાર ભારતના અનેક મંદિરોમાં કરોડ રૂપિયાનું દાન આપી રહ્યા છે. આપણે જાણીએ છે કે, અંબાણી પરિવાર ધાર્મિક છે તેમજ શ્રીનાથજી પ્રત્યે અપારભક્તિ ભાવ રાખે છે. અંબાણી પરિવારે સૌ પ્રથમ નાથદ્વાર દાનની ધારા વહાવી હતી અને ત્યારે હાલમાં જ મુકેશ અંબાણી ભગવાન બદ્રી વિશાલના વિશેષ દર્શન માટે બદ્રીનાથ ધામ પહોંચ્યા. હાલમાં મુકેશ અંબાણી અનેક પવિત્ર સ્થાનોની મુલાકાત લઇ રહ્યા છે ત્યારે તેમણે ભગવાન બદ્રી વિશાલની વિશેષ પ્રાર્થના કરી દેશની સમૃદ્ધિની કામના કરી હતી.
સૌથી ખાસ વાત એ કે, બદ્રીનાથ મંદિરના મુખ્ય પ્રાંગણમાં પહોંચ્યા બાદ મુકેશ અંબાણીએ એક સામાન્ય ભક્તની જેમ ભગવાન બદ્રી વિશાલના દર્શન કર્યા હતા. કેદારનાથ પહોંચતા જ મંદિર સમિતિએ તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ભગવાન બદ્રી વિશાલના શ્રૃંગારમાં ઉપયોગમાં લેવાયેલી તુલસીની માળા પણ મુકેશ અંબાણીને ભેટમાં આપવામાં આવી હતી. અને મંદિરના ગર્ભગૃહમાં થોડો સમય ધ્યાન કર્યું હતું.
મુકેશ અંબાણીએ બદ્રીનાથ ધામના મંદિરમાં પાંચ કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.અંબાણી ભગવના બદ્રી વિશાલમાં અપાર શ્રદ્ધા ધરાવે છે અને તેઓ દર વર્ષે દર્શન માટે અહીં આવે છે.મુકેશ અંબાણી ગયા મહિને બદ્રીનાથ ધામ દર્શન માટે આવવાના હતા પરંતુ ખરાબ હવામાનના કારણે તેમને પોતાની યાત્રા રદ્દ કરવી પડી હતી. ગત મહિને તેઓ દર્શન માટે દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જોકે, હવામાન સારું ન હોવાના કારણે તેઓ પવિત્ર મંદિર પહોંચી શક્યા ન હતા. તેઓ પરિવાર સાથે ત્યાં પહોંચ્યા હતા પરંતુ તેમને પોતાની યાત્રા રદ્દ કરવી પડી હતી.
આપણે જાણીએ છે કે, શરૂઆતમાં નાથ દ્વાર ત્યાર બાદ આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરે દર્શન માટે ગયા હતા અને ભગવાન વેંકટેશ્વરાના ધામમાં 1.5 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું અને તેમના દીકરા દ્વારા સોમનાથ મંદિરમાં 1.5 કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું જેમાં સુર્વણ કળશ અને ચાંદીના વાસણોનો સમાવેથ થાય છે. હાલમાં એવું લાગી રહ્યું છે કે, મુકેશ અંબાણી પોતાના કામની જવાબદારી દીકરાને સોંપીને પોતે ભારતના પવિત્ર યાત્રાધામની સફરે નીકળ્યા છે.