મહાદેવ ના આ મંદિર મા 600 વર્ષ જુનુ ઘી છે જે ક્યારેય બગડયું નથી ! ગુજરાત ના આ ગામમા આવેલુ છે આ મંદીર..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણી આસ પાસ અનેક એવી ઘટનાઓ બને છે જેને લઈને આપણે આશ્ચર્ય અનુભવતા હોઈએ છીએ તેવામાં અમુક બનાવો એવા પણ હોઈ છે કે જેના કારણ અને તેની પાછળના રહસ્ય વિશે કોઈ પણ જાણી શકતું નથી. અને લોકો તેને ચમત્કાર માની લે છે આપણે સૌ જાણીએ છીએ કે ભારત સંતો ની ભૂમિછે આને આપણા દેશમાં અનેક એવા સ્થળ છે કે જ્યાં અવાર નવાર ચમત્કાર થતા જ રહે છે આપણે અહીં એક આવાજ ચમત્કારિક મંદિર વિશે વાત કરવાની છે કે જ્યાં આશરે 600 વર્ષ જૂનું ઘી છે અને આજે પણ તેમાં વધારો થઇ રહ્યો છે તો ચાલો આપણે આ મંદિર વિશે માહિતી મેળવીએ.
જણાવી દઈએ કે આ મંદિર ગુજરાતમાં જ આવેલ છે. કેજે ખેડા જિલ્લના રૂઢા ગામમાં વાત્રક નદીના પટમાં આવેલ છે. આ મંદિર કામનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની ખાસ વાત એ છેકે અહીં 600 વર્ષ જૂનું ઘી જોવા મળે છે અને મહત્વ ની વાતએ છે કે આઘી ના તો બગડે છે કે નહિ તેમાં જીવાત થાય છે. ઘણીને મંદિરમાં 650 કાળા માટલામાં સુરક્ષિત રાખવામાં આવ્યું છે, આપણે સૌ જાણીએ છીએ કે શિવરાત્રી અને શ્રાવણ મહિનામાં શિવ ભક્તિ ની વિશેષ મહિમા છે.
તેવામાં શિવરાત્રી ના અને શ્રાવણ મહિનાની આઠમ ના રોજ ગામમાં મેળો જોવા મળે છે. જો વાત રૂઢા ગામ અંગે કરીએ તો આ ગામ ઘણા કારણોશર લોકોમાં જાણીતું છે જણાવી દઈએ કે આ ગામ નડિયાદના સંતરામ મહારાજ ની સાત ગાડીઓ પૈકી નું એક છે. ઉપરાંત આપણા રાજ્યના મૂક સેવક એવા સ્વતંત્ર સેનાની રવિ શંકર મહારાજ ની જન્મ ભૂમિ છે. સાથો સાથ કામનાથ મહાદેવ મંદિર ને લઈને પણ લોકો ગામને ઓળખે છે,
જો કામનાથ મંદિરમાં આવેલા ઘી ના ભંડાર અંગે કરીએ તો જણાવી દઈએ કે દેશ વિદેશ થી લોકો રૂઢા ગામે મંદિરના દર્શન કરવા અને ખાસ તો મંદિર માં આવેલા ત્રણ ઘીના ભંડારો જોવા આવે છે પરંતુ માન્યતા અનુસાર આ ઘીને મંદરી બહાર કે ઉપયોગમાં લઇ શકાતું નથી. માટે જ આ ઘીને મંદિરમાં આવેલ અખંડ દીવાની જ્યોત ને પ્રજ્વલિત રાખવા અને શ્રાવણ મહિના માં કરવામાં આવતા યજ્ઞ માં ઉપયોગ કરવામાં આવે છે.
જો વાત આ મંદિર ના નિર્માણ અંગે કરીએ તો માન્યતા અનુસાર આ મંદિર વિક્રમ સવંત 1454 નું હોવાનું જાણવા મળે છે લોકો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે રૂઢા ગામથી આશરે 8 કિમિ દૂર આવેલ ગામ પુનજ થી જ્યોતિ લાવીને અહીં ડેરી સ્થાપવામાં આવી હતી. જે બાદ નિયમ બનાવવામાં આવ્યો કે જેના ઘરે ગાય કે ભેંસ વિયાણી હોઈ તેનું પહેલું ઘી મંદિરની જ્યોતમાં પુરવાનું રહેશે અને 600 વર્ષ પછી પણ આ પરંપરા શરુ છે.
અને આજ મંદિરમાં ઘીના જથ્થામાં થતા વધારાનું કારણ છે કારણ કે રૂઢા ગામ અને આસ પાસ ના ગામના લોકો ગાય કે ભેંસ વિયાના બાદ પહેલું ઘી મંદિરમાં દાન કરી જાય છે. જણાવી દઈએ કે આ મંદિર ની અખંડ જ્યોતિ કે જે છેલ્લા 600 વર્ષથી શરુ છે તેને ગામના જેશંગભાઇ હીરા ભાઈ પટેલ લાવ્યા હતા તે સમયે રસ્તામાં આંધી અને વરસાદ હોવા છતાં પણ જોયોતિ બુઝી નહિ અને આજે પણ અખંડ છે.