Gujarat

લગ્ન બાદ મહાદેવના આ ખાસ મંદિર પર પહોચ્યાં અક્ષર પટેલ અને તેની પત્ની…જુઓ તસવીરો

ક્રિકેટ જગતમાં સૌ પ્રથમ રાહુલે લગ્ન કર્યા બાદ અક્ષર પટેલ પોતાની પ્રેમિકા મેહા પટેલ સાથે પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આપણે સૌ કોઈ જાણીએ છે કે, મેહા પટેલ અને અક્ષર પટેલ ઘણા સમયથી પ્રેમમાં હતા. આ કારણે બંને ગયા વર્ષે સગાઈ કરી અને આ વર્ષે જ લગ્ન કરીને દામ્પત્યજીવનની શરૂઆત કરી છે. લગ્ન બાદ બંન્નેની તસવીરો વાયરલ થઈ હતી.

લગ્ન બાદ અક્ષર અને મેહાની વધુ એક તસવીર વાયરલ થઈ હતી, આ તસવીરો પાર્ટીની હતી. ખરેખર સેલિબ્રિટી લોકોની દરેક પળ વાયરલ થઈ જાય છે. આપણે ત્યાં પરંપરા છે કે, લગ્ન બાદ દંપતિ દેવસ્થાને દર્શન કરવા સાથે જાય.

આ જ પરંપરા અક્ષર પટેલ એ નિભાવી છે. અક્ષર પટેલ પોતાની પત્ની સાથે ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કર્યા. ભસ્મ આરતીના દર્શન કરવાનું સપનું 5 વર્ષ બાદ સાકાર થયું.

મહાકાલ એક માત્ર એવું મંદિર છે, જ્યાં શિવજીની ભસ્મ આરતી થાય છે. બંને દંપતીએ આ ભસ્મ આરતીના સજોડે દર્શન કર્યા હતા તેમજ ત્યારબાદ મંદિરના ગર્ભગૃહમાં શિવજીનું પૂજા અર્ચના તેમજ જળાભિષેક કર્યો હતો. ખરેખર એ તો હકીકત છે કે, આટલું વૈભવશાળી અને મોર્ડન જીવન જીવતા હોવા છતાં મેહ અને અક્ષર પટેલ ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે.

સૌથી ખાસ વાત એ છે કે, મહાદેવની પૂજા દરમિયાન અક્ષર પટેલે હિન્દૂ રીતિ રિવાજ પ્રમાણે ધોતી અને ખેસ પહેરીને પૂજા કરી હતી. ખરેખર આ લુકમાં અક્ષર પટેલ અનોખો લાગી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં આ તમામ તસવીરો વાયરલ થઈ રહી છે તેમજ દર્શકોને પણ ખૂબ જ પસંદ આવી રહી છે. આ તસવીરો તમને કેવી લાગી એ જરૂરથી જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!