Gujarat

સુરતમાં બેચરાજી મંદિરના પૂજારીએ ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું ! ભક્તો એ જણાવ્યું કે ” મહંત આવું…

હાલના સમય મા આપઘાતના બનાવો મા સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરી ને મોટા શહેરો મા આપઘાત ના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે આજે સવારે એક ખુબ જ દુખદ સમાચાર પ્રાપ્ત થયા હતા જેમા સુરત ના બહુચરાજી મંદીર ના મહંતે ગળાંફાસો ખાઈ ને આપઘાત કરી લેતા ભક્તો મા દુખ ની લાગણી ફેલાઈ હતી.

ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર સુરત શહેર મા કતારગામ સ્થિત વેડ રોડ વિસ્તારમાં બેચરાજી માતાજી નુ મંદીર આવેલું છે જ્યા છેલ્લા 25 વર્ષ થી સેવા પુજા કરતા મહંત શંભુનાથજી એ ગત રાત્રી ના આપઘાત કરી જીવન ટુકાવ્યું હતુ. ઘટના અંગે વધુ મા જણાવા મળ્યુ હતુ કે મંદીર ના મહંતે માતાજીના મંદિર પરિસરમાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.

ઘટનાની જાણ પોલીસ ને થતા મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો જયારે ઘટના અંગે તપાસ હાથ ધરી મૃતદેહ ને પોસ્ટમોટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. હાલ આપઘાત અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ઘટના થી સ્થાનીક લોકો મા ઘણી દુખની લાગણી ફેલાઈ હતી ઉપરાંત ઘણા ભક્તો નુ માનવુથ છે કે મહંત આવું ના કરી શકે.

મંદિરમાં નિયમિત આવતાં નીતાબેન નામના ભાવિકે જણાવ્યું હતું કે મહારાજ પ્રણામી ધર્મના સ્નાતક હતા. ખૂબ સેવાપૂજા કરતા હતા, 25 વર્ષથી સેવા કરે છે. કંઈ જ અજુગતું થયું હશે એવું લાગે છે. આપઘાત પાછળ શું કારણ હશે એ અમને ખ્યાલ નથી. મહારાજની સેવા અતૂટ હતી. બહુ સેવાકીય પ્રવૃત્તિ કરતા નેપાળના તેઓ વતની હતા. કંઈ સમજાતું નથી. અહીંના લોકો તેના સ્વભાવથી ખુશ હતા. આ પગલું તેમણે જાતે ભર્યું હોય તેવું અમને માન્યમાં આવતું નથી. તેનો સ્વભાવ એવો નહોતો કે તેઓ આપઘાત કરે, સેવા સિવાય તેમની બીજી કોઈ પ્રવૃત્તિ નહોતી. છેલ્લાં 25 વર્ષથી તેઓ અખંડ સેવા કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!