મહારાસ લીધા બાદ ભગવાન કૃષ્ણએ દર્શન કરી રડવા લાગી આહીરાણીઓ ! જુઓ આ વિડીયો
હાલા આખું ગુજરાત જ નહીં પરંતુ વિશ્વના સ્તરે આહીરાણીઓની બોલ બાલા થઇ રહી છે, તમને ખબર જ હશે કે હજી થોડાકે દિવસો પેહલા જ આહીરાણીઓ દ્વારા દ્વારકાની અંદર મહારાસને લઈને વર્લ્ડરેકોર્ડ બનાવ્યો હતો, આ ઘડી એટલી સરસ હતી કે તેના વિડીયો તથા તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હાલ દરેક લોકો દ્વારા આ વિડીયો પર ખુબ પ્રેમ વરસવા આવી રહ્યો છે.
ઇતિહાસના પન્ના પર આ દિવ્ય ઘડી અંકિત થઇ ચુકી છે અને એટલું જ નહીં અનેક લોકોના મનમાં ફક્ત એક જ સવાલ છે કે આવા મહારાસનો વિચાર આવ્યો કેવી રીતે હશે કેમ કે આટલી મોટી સંખ્યામાં આહીરાણીઓએ આ મહારાસ લીધો હતો એ પણ 1-2 હજાર નહીં પરંતુ 37 હજાર જેટલી આહિરાણીઓએ આ મહારાસ રમ્યા હતા.
એવામાં હાલ વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે આહીરાણીઓ મહારાસ લીધા બાદ ભગાવન શ્રી કૃષ્ણના દર્શન કરી રહે છે અને પોતાના ભગાવન પ્રત્યેનો પ્રેમમાં જ અમુક આહીરાણીઓ તો રડવા પણ લાગી હતી, આ વિડીયો હાલ ફેસબુકના માધ્યમથી ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકો દ્વારા તો ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
તમને નહીં ખબર હોય તો તમને જણાવી દઈએ કે આ મહારાસનો વિચાર લીરીબેન માડમને આવ્યો હતો અને તેમના આ એક વિચારે જ આપણા ગુજરાતને આધ્યાત્મિક અને ઐતિહાસીક ઘટના ભેટમાં મળી.