Gujarat

મહેસાણા મા ક્રિકેટ મેચ રમાડી રશિયાના લોકો ને છેતર્યા! માસ્ટર પ્લાન જોઈ પોલીસ પણ ચકરાઈ ગઈ.. જાણો વિગતે..

ગુજરાતી નો દબદબો વિશ્વભરમાં છે અને આમ પણ કહેવાય છે ને કે, ગુજરાતીઓની કોઠાસૂઝ એવી છે કે, તે કંઈ પણ કરી શકે છે. ઘણા એવા વ્યક્તિઓ હોય છે જે પોતાની બુદ્ધિનો ઉપયોગ ખોટા કામે પણ કરતા હોય છે. હાલમાં જ એક આવો બનાવ બન્યો. મહેસાણામાં બેઠા બેઠા રશિયન ને છેતર્યા ચાલો આ ઘટના વિશે વિગતવાર જાણીએ.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મહેસાણાના મોલિપૂર ગામના ખેતરમાં લોકલ ખેલાડી પાસે મેચ રમાડી યુ ટ્યુબમાં લાઈવ પ્રસારણ કરી રશિયામાં આ મેચને મોટી હાઈપ્રોફાઈલ મેચ બતાવી સટ્ટો રમાડવામાં આવતો હતો. આ સમગ્ર ઘટના સામે આવતા પોલીસે 4 લોકોને ઝડપી પાડ્યા છે. આ મેચ છેલ્લા 15 દિવસ થી ચાલુ હતી, જેમાં દરેક ખેલાડીને એક દિવસના 400 રૂપિયા આપવામાં આવતા હતા.

રશિયામાં રહેતો એક શખ્સ આ મેચને ઓપરેટ કરતો હતો.આ મેચમાં મોટી ટીમો રમી રહી છે તેવું બતાવી રશિયાના લોકો પાસે કરોડો રૂપિયાનો સટ્ટો રમાડવામાં આવતો હતો. આરોપીએ પોતાના આર્થિક ફાયદા માટે ખેતરમાં ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવી કેમેરા ગોઠવી ક્રિકેટ મેચનું આયોજન કર્યુ હતું. શોએબ નામનો આરોપી 3 માસ અગાઉ રશિયા ગયો હતો. જ્યાં તે કલબમાં આ પ્રકારે સટ્ટો રમતો હતો. જેથી તેણે મહેસાણામાં આવો ખેલ કરી રશિયાના લોકોને છેતરવાનો પ્લાન બનાવ્યો હતો.

આ સમગ્ર મેચને યુ ટ્યુબ પર લાઈવ બતાવવામાં આવતી હતી, પરંતું લાઈવ પ્રસારણ દરમિયાન ક્રિકેટના ગ્રાઉન્ડનું ખાલી 30 યાર્ડ સર્કલ જ બતાવવામાં આવતું હતું. લાઈવ પ્રસારણમાં ફક્ત બન્ને બેસ્ટમેન, બોલર, અમ્પાયર, વિકેટ કિપર અને બાજુમાં રહેલા ખેલાડીઓને જ બતાવવામાં આવતા હતા. જ્યારે ચોગ્ગો કે છગ્ગો લાગ્યો હોય ત્યારે બોલ કઈ દીશામાં ગયો છે કે કેટલા લોકો મેચ જોવા આવ્યાં છે કે તે પ્રકારનું કઈ પણ લાઈવ બતાવવામાં આવતું ન હતું.હાલ પોલીસે આ સમગ્ર મામલે ચાર આરોપીઓને ઝડપી પાડ્યાં છે. તેમજ કુલ 3 લાખ 21 હજાર 650નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!