સુરતના મોટા ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટી મા જોડાયા અને સાથે સાથે…
આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે ખુબ મજબુત થતી જાય છે અને 2022 ની વિધાનસભા ને ધ્યાન મા રાખી અનેક મોટા માથા ને પોતાના પક્ષ મા જોડી રહી છે આ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મહેશ સવાણી આમ આદમી પાર્ટી મા જોડાયા છે.
દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાની હાજરીમા સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. જો મહેશ સવાણી ની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને સુરત મા ઘણી લોક ચાહના છે. મહેશ સવાણી વર્ષો થી ગરીબ દીકરીઓ ના લગ્ન કરવી રહ્યા છે અનેક સેવાકીય પ્રવૃતી મા જોડાયેલા છે.
સુરતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા રવિવારે સવારે સાત વાગ્યાની આસપાસ સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને આજે 11 વાગ્યા આસપાસ સિસોદિયા અને સવાણી વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત પછી પત્રકાર પરિષદમાં ગોપાલ ઈટાલિયાએ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાશે એવી જાહેરાત કરી હતી. આ પહેલાં સિસોદિયાએ કોર્પોરેશનના કોર્પોરેટરો તથારબાદ સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરશે. મહેશ સવાણી ઉપરાંત અન્યસામાજિક અગ્રણી અને ઉદ્યોગકારો આપમાં જોડાવાની શક્યતા સેવવામાં આવી રહી છે.