મનાલી પ્રવાસ પર ગયેલી દિકરીઓ અને જમાઈઓ એ વિડીઓ મુકી મહેશભાઈ સવાણી ને આવુ કીધું…
સુરત શહેરના સમાજ સેવક અને લાખો દીકરીઓ પાલક પિતા ગણાતા મહેશભાઈ સવાણીને આખું ગુજરાત ઓળખે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, મહેશ સવાણી પોતાનું જીવન લોકોની સેવામાં જ સમર્પિત કર્યું છે. એક સફળ બિઝનેસમેન ની સાથોસાથ તેઓ એક સમાજ સેવક તરીકે પણ ઉમદા કાર્ય કરી રહ્યા છે. ત્યારે ખરેખર એમના કાર્યનાં જેટલા વખાણ કરવામા આવે એટલા ઓછા છે. મહેશ સવાણી ભાઈ ને ભલે કોઈ સગી દીકરી ન હોય પરંતુ તેમને પિતાની છત્રછાંયા ગુમાવનાર અનેક દીકરીઓનું કન્યાદાન કરીને પાલક પિતાનું બિરુદ મેળવ્યું છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, દર વર્ષે પી.પી સવાણી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ લગ્ન મહિયની ચૂંદરી દ્વારા ઓળખાય છે. આ લગ્નમાં દીકરીઓના ખૂબ જ ધામધૂમ થી લગ્ન કરવામાં આવે છે અને એટલું જ નહીં પરંતુ દીકરીઓને અમૂલ્ય કરિયાર પણ આપવામાં આવે છે. આટલું જ નહીં પરંતુ લગ્ન બાદ પોતાની દીકરીઓ અને જમાઈઓ ને હનીમૂન પર પણ મોલક્વામાં આવે છે જેની તમામ સુવિધાઓ પી.પી સવાણી ગ્રુપ દ્વારા જ કરવામાં આવે છે.
હાલમાં જ પી.પી સવાણી ગ્રુપ દ્વારા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે હાલમાં જ પી.પી સવાણી ગ્રુપ દ્વારા તેમની દીકરીઓ અને જમાઈઓ મનાલી પ્રવાસ માટે ગયા છે, ત્યારે પ્રવાસ દરમીયાની યાદગાર પળો દીકરીઓ પોતાના પિતા મહેશ સવાણી સાથે શેર કરી રહ્યા છે, ત્યારે હાલમાં જ પોસ્ટ થયેલ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દીકરીઓ અને જમાઈઓ મનાલી ખાતે પોતાનું આનંદમય રીતે હનીમૂન મનાવી રહ્યા છે.
દીકરી વીડિયોમાં કહ્યું છે કે, અમે આજે રિવર રાફટિંગ કરીને આવી ચુક્યા છે. અમને બધાને બહુ જ મજા આવી છે. આપનો આભાર તેમજ બીજી દિકડી ભાવુક થઈ જતા બોલી કે, તમેં આ અનુભવ પહેલીવાર કરાવ્યો છે, તે માટે પપ્પા આપનો ખુબ ખુબ આભાર. આ સીવાય તમામ દીકરીઓ અને જમાઈઓ એ પોતાનાં દિવસની શરૂઆત કરતા પહેલા પિતા મહેશ સવાણીજી ને ગુડ મૉર્નિંગ કહીને ને રિવર રાફટિંગ કરવા નું શરૂ કરેલ.