ગ્રીષ્માં હત્યા મામલે ગુસ્સે ભરાયેલા મહેશ સવાણીએ પોસ્ટમાં એવું લખ્યું કે સમાજને સાચો પથ મળી શકે….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા થોડા સમયથી રાજ્યની શાંતિ અને સંભવને જાણે કોઈની નજર લાગી ગઈ હોઈ તેવું લાગે છે. કારણકે છેલ્લો થોડો સમય રાજ્યના લોકો માટે ઘણો આકરો વીત્યો છે. કારણ કે જ્યાં એક તરફ આખું રાજ્ય કિશન ભરવાડની હત્યાને કારણે શોકમાં હતું તેવામાં ફરી એક વખત બનેલા સુરતના હત્યાના બનાવે લોકોને હચમચાવી દીધા છે, આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા સુરતમાં ફેનિલ નામના એકતરફી પ્રેમીએ ગ્રીષ્માં નામની યુવતીને જાહેરમાં પરિવારને સામે જ રહેંસી નાખી હતી.
આ ઘટના બબડ આખા પંથકમાં શોકની લાગણી છે સૌ કોઈ આરોપી હત્યારા ફેનિલને કડકમાં કડક સજા મળે તેમાટે માંગ કરી રહ્યા છે. ગ્રીષ્માં ની હત્યાને લઈને દરેક લોકો નિંદા કરી રહ્યા છે તેવામાં અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આ મુદ્દે આપી છે આજ કડીમાં હવે જણીતા બિઝનેસ મેન અને નેતા એવા મહેશ સવાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. જે ખરેખર વિચારવા જેવી બાબત છે. જણાવી દઈએ કે મહેશ સવાણીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના વિચાર રજુ કર્યા છે.
તેમણે યુવા ધન માટે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે શહેરમાં જે સ્પા અને સ્મોકિંગ ઝોન જેવા ગોરખધંધા ચાલી રહ્યા છે તેવામાં હવે નવું કપલ બોક્સ સામે આવ્યું છે. જેને લઈને મહેશ સવાણીએ જણાવ્યું કે જો તેઓ કપલ જ હોઈ તો પછી શું તેમની પાસે બેડરૂમ નથી ? અને જો કપલ ન હોઈ તો પછી આવી ખોટી સગવડ આપીને શા માટે સમાજને બગાડવામાં આવે છે. આ ઉપરાંત તેમણે અમુક છોકરીઓ ની માનસિકતા અંગે પણ વાત કરી કે અમુક છોકરીઓ સીધા, સાદા અને વિચારીને ખર્ચ કરનાર ઓછું બોલનારા છોકરાઓને બાઈલ માને છે.
તેમના માટે આદર્શ છોકરાઓ વ્યસની, ઘણો ખર્ચ કરનાર, ખોટો અને મોટો દેખાડો કરનાર છિછોરાં અને ટપોરી પ્રકારના યુવકો છે, મહેશ સવાણીએ સોશ્યલ મીડિયા દ્વારા ફેલાતી અસલિલતા પર પણ ટિપ્પણી કરી કે આવા માધ્યમ અલગ અલગ ઘટનાઓ જોઈને માતા પિતા અને વડીલો મુંજાઈ છે અને બાળકોની સાચી બાબત કહી શકતા નથી માટે જ બાળકોમાં વિકૃતિ આવી જાય છે. અને તેઓ હિંસાક બને છે.
આ ઉપરાંત મહેશ સવાણીએ જણાવ્યું કે અમુક લોકો સુધારણા લાવવા માંગે છે અને સાચું કહેવાની હિંમત કરે છે તો લોકો તેમને કોઈ મહત્વ આપતા નથી. અને તેમને જૂની પેઢીના ગવાર અભણ સમજવામાં આવે છે. સમાજ કયા રસ્તે જય રહ્યો છે ? તેને લઈને પણ મહેશ સવાણીએ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે હવે એ સમય દૂર નથી કે જાય આવા બાનાવો આપણી આસપાસ પણ બનશે અને વડીલો તથા માતા પિતા મહાભારત ના ભીષ્મ પિતાની જેમ ફક્ત આખો ખુલ્લી રાખીને જોતા જ રહી જશે. જોકે તેમણે જણાવ્યું કે આ વાત દરેક વ્યક્તિને સમજાશે પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હશે માટે અત્યારથી જ ચેતી જાવ.