લાખો દીકરીઓના પાલક પિતા મહેશ સવાણીએ બાળકો માટે બનાવશે લાઇબ્રેરી! હનુમાન જયંતીના દિવસે કર્યું ભૂમિ પૂજન..જુઓ ખાસ તસવીરો
સુરતના ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી પી.પી સવાણી ગ્રુપ હેઠળ અનેક સેવાકીય પ્રવુતિઓ કરે છે. ખાસ કરીને તેઓ પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરીને પાલક પિતા તરીકેનું બિરુદ મેળવ્યું છે. હાલમાં જ ફરી એકવાર મહેભાઈ સવાણીએ એક ખુબ જ સરહાનીય કાર્ય કર્યું છે, આ કાર્યના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે, સોશિયલ મીડિયાના માધ્યમથી મહેશભાઈ સવાણીએ આ કાર્યના શુભારંભની જાણ કરી છે. ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ.
મહેશભાઈ સવાણીએ હનુમાન જયંતિના શુભ દિવસે રાણપરડા ગામમાં ભવ્ય ભૂમિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી રામ મંદિર અને બાળકો માટે લાઈબ્રેરીના નિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ શુભ અવસરે ગામજનો અને અનેક મહાનુભાવો પણ ખાસ હાજર રહ્યા હતા. મહેશભાઈ સવાણી અનેક ભગીરથ કાર્ય કરે છે, ત્યારે ફરી એકવાર તેમને ગામના વિકાસ માટે આ કાર્ય કર્યું છે.
મહેશભાઈ સવાણીએ વતન રાણપરડા ગામ મુકામે “ભગવાન શ્રી રામનું મંદિરનું ભૂમિ પૂજન કર્યું જેથી, શ્રી રામ મંદિર ગામના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બનશે તેમજ લાઈબ્રેરી બાળકોમાં વાંચનની સારી આદત કેળવવામાં મદદ કરશે. આ બંને સુવિધાઓ ગામના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.”આ પ્રસંગે ગામના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સૌએ શ્રી મહેશ સવાણીના આ નેક કાર્યની પ્રશંસા કરી અને તેમના આ પ્રયાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી.
આ ભૂમિ પૂજન સાથે રાણપરડા ગામમાં બે નવી સુવિધાઓના નિર્માણનો શુભારંભ થયો છે. આ સુવિધાઓ ગામના લોકોના જીવનમાં ચોક્કસપણે સકારાત્મક પરિવર્તન લાવશે.હાલમાં સોશિયલ મીડિયા પર મહેશભાઈ સવાણીના આ કાર્યને બિરદાવી રહ્યા છે તેમજ સૌ કોઈ તેમને આ શુભ કાર્યના શુભારંભ બદલ શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.