Gujarat

મહેશભાઈ સવાણીના વખાણ કરો એટલા ઓછા ! વધુ 75 દીકરીના કરાવ્યા આટલા ધામધૂમથી લગ્ન..જુઓ લગ્નની આ ખાસ તસવીરો

સુરતના મહેશભાઈ સવાણી વિશે તો આપ સૌ કોઈ જાણતા જ હશો, નિરાધાર દીકરીઓના પાલક પિતા બનીને મહેશભાઈ દર વર્ષે દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવી રહ્યા છે, તેઓના આ કાર્યને આખા ગુજરાત રાજ્યમાં ખુબ જ સરાહના આપવામાં આવે છે. એવામાં પીપી સવાણી પરિવારડવા સુરતની અંદર વધુ 75 દીકરીઓના ધામધૂમથી સમુહલગ્ન યોજવામાં આવ્યા હતા જેમાં 75 દીકરીઓનો લગ્ન કરવામાં આવ્યા હતા.

આ સમૂહ લગ્નની અંદર નેતાઓ તથા બીજા અનેક મેહમાનોએ હાજરી આપીને લગ્નમાં ચાર ચાંદ લગાવી દીધા હતા,આ સમૂહ લગ્ન એટલા ઉત્સાહભેર તથા એટલા સરસ રીતે યોજવામાં આવ્યા હતા કે જોઈ સૌએ મહેશભાઈ તથા તેમના ખુબ જ વખાણ કર્યા હતા. આ સમૂહ લગ્નની અંદર માતા-પિતા વિહોણી દીકરીઓ માટે મહેશભાઈ સવાણી માતા-પિતા બનીને લગ્નમાં હાજરી આપી હતી અને પોતાની તમામ દીકરીના નવા જીવનની શરૂઆત કરાવી હતી.

આ લગ્નની તસવીરો તથા વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે જેને લોકો દ્વારા તો પસંદ કરવામાં આવી જ રહ્યા છે સાથો સાથ ખુબ વધારે વખાણવામાં પણ આવી રહ્યા છે કારણ કે આ ખુબ જ ઉત્તમ કાર્ય છે, આ ખાસ લગ્નની અંદર સી આર પાટીલે પોતાની હાજરી આપી હતી તથા બીજા અનેક મેહમાન ગણોએ પણ લગ્નમાં હાજરી આપી હતી.

લગ્નની ખાસ વાત તો એ કે સામાજિક આગ્રણીઓ તથા રાજકિય મહાનુભાવોના હાથોથી દીકરીઓનું કન્યાદાન કરવામાં આવ્યું હતું, આ 75 દીકરીના લગ્નમાં એક દીકરીએ નેપાળમાં તો એક દીકરી ઓડિશા તથા બે દીકરીઓ ઉત્તરપ્રદેશથી અહીં પોતાનાં લગ્ન જીવનની શરૂઆત કરવા માટે આવી હતી, એબીપી અસ્મિતાના રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે આ 75 દીકરીના થયેલ લગ્ન માંથી 35 દીકરીઓ તો અનાથ છે જેને ભાઈ તથા માતા-પિતા નથી.

હજારો દીકરીના પાલક પિતા મહેશભાઈ સવાણી હાલ દરેક દીકરી જવાબદારી એક માતા-પિતાની જેમ જ ઉઠાવી રહ્યા છે, ખરેખર આવા વ્યક્તિને દિલથી સલામ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!