ગુજરાતનું વધુ એક બહાદુર જવાન એવા મહિપાલસિંહ વીર ગતિને પ્રાપ્ત થયા ! અંતિમયાત્રામાં સૌ કોઈ હીબકે ચડ્યું….
મિત્રો જો વાત કરવામાં આવે તો હજી થોડાક દિવસો પેહલા જ એક ખુબ જ દુઃખદ ઘટના સામે આવી હતી જેમાં દેશની રક્ષા કરી રહેલ ગુજરાતના વીર જવાનના શહીદીના સમાચાર સામે આવ્યા હતા એવામાં ફરી એક વખત આવા જ દુઃખદ સમાચાર હાલ સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કશ્મીરમાં ફુલગામમાં દેશના સેન્ય તથા આતંકીઓ વચ્ચે શુક્રવારના રોજ અથડામણ થઇ હતી જેમાં આપણા દેશના ત્રણ વીર સપૂતો વીર ગતિને પ્રાપ્ત થયા હતા.
આ ત્રણ વીર સપૂતોમાં એક આપણા ગુજરાતના મૂળ સુરેન્દ્રનગરના અને હાલ અમદાવાદમાં રહેતા મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા પણ હતા જેમણે આતંકીઓ સામે પોતાની દેશની રક્ષા માટે થઈને પોતાના પ્રાણનો પણ વિચાર કર્યા વગર તેઓએ દેશસેવા કરી જેમાં તેઓ શહિંદ થતા સૌ કોઈ દુઃખમાં ગરકાવ થયું હતું, વીર મહિપાલસિંહ વાળાના શહીદીના સમાચારની ખબર પડતા આખું મોજીદડ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હોય તેવી સ્થિતિ બની હતી જયારે પરિવારના સભ્યો તો દડદડ આંસુએ રડી પડયા હતા.
જયારે પણ કોઈ જવાન શહિંદ થાય છે ત્યારે તેના પરિવાર સાથે જોડાયેલ કોઈની કોઈ તો દુઃખદ કહાની હોય છે જેના વિશે જાણીને આપણે પણ ભાવુક જ થતા હોયે છીએ,આવું જ શહીદ મહિપાલસિંહ વાળાની પણ કહાની છે કારણ કે શહીદ મહિપાલસિંહ વાળાના પત્ની ગર્ભવતી હતા અને હજી એક મહિના પેહલા જ તે તેમની સીમંત વિધિ કરવામાં આવી હતી,એવામાં પોતાના સંતાનનું મોઢું જોવે તેની પેહલા જ વીર શહીદ થતા સૌ કોઈ ચોધાર આંસુએ રડી પડ્યું હતું,આવી વાત સાંભળીને તો સૌ કોઈ ભાવુક જ થયું હતું
શાહિદ મહિપાલસિંહ વાળા(ઉ.વ.27) વિશે વાત કરવામાં આવે તો તેઓ સુરેન્દ્રનગરના જિલ્લાના ચુડા તાલુકાના મોજીદડ ગામના રહેવાસી હતા જે વર્તમાનમાં અમદાવાદના વિરાટનગરના સદાશિવ સોસાયટીમાં રહેતા હતા અને છેલ્લા 8 વર્ષોથી ભારતીય સુરક્ષા દળમાં દેશની સેવા કરી રહયા હતા, તેમના પેહલા પોસ્ટિંગ વિશે વાત કરવામાં આવે તો તેમનું પેહલા જબલપુર પોસ્ટિંગ થયું હતું જ્યાં તેઓએ 4 વર્ષો સુધી પોતાની ફરજ બજાવી હતી જે બાદ ત્રણ વર્ષો સુધી તેમને ચંદીગઢમાં દેશ સેવા કરી હતી.
એવામાં છેલ્લા 6 માસથી જ તેમનું પોસ્ટિંગ જમ્મુ-કશ્મીરના કુલગામ જિલ્લામાં કરવામાં આવ્યું હતું જ્યા જંગલ વિસ્તારમાં આતંકવાદીઓનો હુમલો થતા મહિપાલસિંહ વાળાએ આતંકવાદીઓને તગડી લડત આપી હતી જેમાં તેઓ પોતે પણ વીર ગતિને પ્રાપ્ત થયા હતા. શહીદ વીર જવાન મહિપાલસિંહ વાળાને રાષ્ટ્રીય સન્માન એવોર્ડ અને ગાર્ડ ઓનર સાથે અંતિમ સન્માનિત કરીને અંતિમયાત્રા કાઢવામાં આવી હતી જેમાં લોકોએ નમ આંખોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી તથા આ અંતિમયાત્રામાં ખુબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
શહીદ વીર જવાન મહિપાલસિંહ રાણાની વિરાટનગરથી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી જે લીલાનગર સ્મશાન ગૃહ સુધીની ચાલી હતી, મહિપાલસિંહને શ્રદ્ધાંજલિ પાઠવા માટે લોકોએ ભારે ભીડમાં એકઠા થયા હતા અને ભીની આંખોએ વીર જવાનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.ભગવાન આ વીર શાહિદ જવાનની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સહ ૐ શાંતિ..