હિંમતનગરના આ પરિવારે મહાકાળી મંદિરમાં રૂ.1.11 કરોડનું દાન આપ્યું અને સવા કિલોની સોનાની છત માતાજીને અર્પણ કરી
આપણે ત્યાં દાનનો મહિમા અનેરો છે. આમ પણ કહેવાય છે ને કે,માણસે પોતાની કમાણીમાંથી એક ભાગ તો ભગવાન માટે કાઢવો જ જોઈએ. ખરેખર દાન ધર્મ અર્થે રાખેલ પૈસા એનાથી ગણા થઈને પાછા મળે છે. આજે અમે આપને એક એવા વ્યક્તિ વિશે વાત કરીશું જેમને મહાકાલીમા નાં મંદિરમાં લાખો રૂપિયાનું દાન નહીં પરંતુ 1.11 કરોડનું દાન કર્યું તેમજ સવા કિલો સોનાની છત પણ માતાજીને અપર્ણ કરી. ખરેખર આ ખૂબ જ મહત્વની વાત છે
ચાલો અમે આપને સંપૂર્ણ માહિતી આપી એ કર આટલું મોટું દાન ક્યાં મંદિરમાં અને કોના દ્વારા કરવામાં આવ્યું છે.આપણા ભારતમાં દાનનો અનેરો મહિમા છે.ગુજરાતનાં અનેક મંદિરમાં કરોડો અને લાખો રૂપિયાનું દાન તેમજ સોના ચાંદીની આભૂષણ તેંમજ છતર અને કળશ અપર્ણ કરવામાં આવે છે. ભગવાને જો તમને આપ્યું છે તો ભગવાનને વડતું આપવું એ માણસ માટે કલ્યાણકારી સાબિત થઈ શકે છે.
હાલમાં મળતી માહિતી મુજબ પાવાગઢમાં મહાકાળી માતા મંદિરમાં હિંમતનગરના રાજપુરોહિત પશુઓના કુટલફૂડનો વ્યવસાય કરતા બાબુલાલ સોનાજી રાજપૂરોહિત, તેમના ચિંતન, અમૃત અને ભાવેશ સહિત રાજપૂરોહિત પરિવારે મંદિરના ટ્રસ્ટીઓને 1.11 કરોડનો ચેક અર્પણ કર્યો હતો અને 60 લાખ રૂપિયાની કિંમતની 1.25 કિલોની સોનાની છત માતાજીને અર્પણ કરી હતી.પાવાગઢ મંદિરમાં આજે દોઢ લાખ લોકોએ દર્શન કર્યાં હતા.
દેવ દિવાળી પર્વ નિમિત્તે પાવાગઢ મહાકાળી માતાના મંદિરે પ્રથમ વખત અન્નકુટ મહોત્સવ યોજાયો હતો.માતાજીને 120 વાનગીઓ પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારે 6થી 8 વાગ્યા દરમિયાન વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસાદ વરસ્યો હતો. જેને પગલે રોપ વે સેવા બંધ કરાવવાની ફરજ પડી હતી અને 4 કલાક બાદ 10 વાગ્યે રોપ સેવા શરૂ કરવામાં આવી હતી.અન્નકુટને કારણે સવારે 10થી 12 વાગ્યા સુધી મંદિરના દર્શન ભક્તો માટે દર્શન બંધ કરાવવામાં આવ્યો હતો. ભક્તોએ કલાકો સુધી લાઇનોમાં ઉભા રહીને પણ શાંતિમય માહોલમાં માતાજીના દર્શન કર્યાં હતા