સુરત મા માલધારી સમાજનો અનોખો વિરોધ ! હજારો લીટર દુધ નો ઉપયોગ એવી રીતે કરાયો કે…
હાલના સમય મા ગુજરાત મા સરકાર સામે વિવિધ માંગો ને લઈ ને પશુપાલકો નો વિરોધ જોવા મળી રહ્યો છે ખાસ કરી ને આજે દુધ ના વેચાણ બંધ નુ એલાન કરવા મા આવ્યુ હતુ અને તેની અસર ગુજરાતના વિવિધ મોટા શહેરો મા જોવા મળી હતી. હાલ જેના ફોટો અને વિડીઓ પણ વાયરલ થઈ રહ્યા છે ત્યારે સુરત ના પશુપાલકો દ્વારા અનોખો વિરોધ કરવા મા આવ્યો હતો.
જો સુરત શહેરની વાત કરવા મા આવે તો અમરોલી, છાપરાભાઠા અને વેડરોડ વિસ્તારમાં પશુપાલકો દ્વારા બેઠક કરવા મા આવી હતી જેમા આજે દુધનુ વેચાણ નહી કરવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. જયારે આજે હજારો લેટર દુધ એકત્રીત કરી પીલાણ માટે મશીન લગાડી ઘી બનાવી રહ્યા છે. આ ઘીના લાડુ બનાવી ગાય અને કૂતરાને ખવડાવવામાં આવશે. જ્યારે અમરોલી વિસ્તારમાં ગરીબોને દૂધ વિતરણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત ના અલગ અલગ જીલ્લાઓ મા પશુપાલક દુધ વેંચવા ને બદલે કોઈ ને કોઈ રીતે અન્ય ઉપયોગ મા લઈ રહ્યા છે ત્યારે સુરત ના પશુપાલકો એ પોતાનું દુધ પુણ્યશાળી કાર્યો મા વાપરી અનોખી રીતે વિરોધ કર્યો હતો અને પોતાની માંગો ને લઈ તેવો મક્કમ પણ જોવા મળી રહ્યા છે.
સુરત માલધારી મહા પંચાયત સહકન્વીનર અશ્વિન રબારીએ જણાવ્યું હતું કે સરકાર માત્ર એક મુદ્દાને લઈને માલધારીઓ સાથે હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. પરંતુ માલધારીઓ અન્ય 9 મુદ્દાની માંગોને લઈને માલધારીઓ સરકાર સામે વિરોધ યથાવત રાખશે. આગામી સમયમાં ગુજરાત માલધારી મહા પંચાયત દ્વારા જે કાર્યક્રમો નક્કી થાય એ પ્રમાણે સુરતના માલધારીઓ દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવશે.