માલિક હોય તો આવા હો બાકી ! આ કંપનીના માલિકે પોતાના કર્મચારીઓને દિવાળી ભેટમાં આપી મોંઘી દાટ કાર…જાણો પૂરો મામલો
મિત્રો તમને ખબર જ હશે કે હવે દિવાળીને માત્ર ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, એવામાં લોકોમાં આ તહેવારને લઈને ભારે ઉત્સાહ તો જોવા મળી રહ્યો છે પરંતુ મોંઘવારીને લીધે અનેક લોકોનું બજેટ ખોરવાયું હોય તેવું લાગી રહ્યું છે જયારે આપણે નોકરિયાત લોકોની વાત કરીએ તો તમને એ પણ ખબર જ હશે કે સામાન્ય નોકરી કરતો વ્યક્તિ કે મોટી કંપનીમાં નોકરી કરતા કર્મચારીને બોનસની રાહ રહેતી હોય છે, અમુક વખત નોકરીએથી મીઠાઈ તો અમુક વખત રોકડ કર્મચારીઓને આપવામાં આવતું હોય છે.
પરંતુ આજે આજના આ લેખના માધ્યમથી અમે એક એવો કિસ્સો લઈને આવ્યા છીએ જે હરિયાણાનો છે અને સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે કારણ કે આ કંપનીના માલિકે પોતાના કર્મચારીઓને લકઝરીયસ કાર દિવાળી ભેટ તરીકે આપી હતી. તમને જણાવી દઈએ કે પાંચુકલાની એક ફાર્મા કંપનીનો આ કિસ્સો છે જ્યા માલિકે પોતાના 12 કર્મચારીના કાર્ય તથા ઈમાનદારીને ધ્યાનમાં રાખીને 12 જેટલી મોંઘીદાટ કાર તેઓને દિવાળી ભેટમાં ગિફ્ટ કરી હતી.
આ કંપનીનું નામ મીટ્સકાર્ટ છે જેના માલિક એમ.કે.ભાટિયાએ પોતાની કંપનીમાં કાર્યરત એવા 12 કર્મચારીઓને ટાટા પંચ ગાડી ભેટમાં આપી હતી અને ચોંકવા વાળી વાત તો એ કે જે કર્મચારીઓને ભેટમાં કાર આપવામાં આવી છે તેમાંથી અમુકને તો કાર ચલાવતા પણ નથી આવડતી તેમ છતાં કંપનીના માલિકે તેઓની કાર્ય કુશળતા તથા મેહનતને ધ્યાનમાં રાખીને આ ખાસ કરો દિવાળી ભેટ તરીકે ગિફ્ટ કરી છે.
આ મામલે કંપનીના માલિક એવા એમ.કે.ભાટિયાનું કેહવું છે કે તેઓને આ કંપની ઉભી કરવામાં વર્ષોની મેહનત લાગી ચુકી છે જેમાં તેના સ્ટાફે સારી એવી મેહનત કરી છે ત્યારે આ કંપની સફળતાની સિડી છે, તેઓએ જણાવ્યું હતું કે તેઓએ તેમના કર્મચારીઓને ઘણા સમય પેહલા. આટલું મોંઘુ ગિફ્ટ મળતા કર્મચારીઓ પણ હોશ જજ ખોય બેઠ્યાં હતા અને ખુબ ખુશ જ થયા હતા.