સુરત : હીરાની પેઢી નો મેનેજર કિડની વેંચી રુપીયા ચુકવવા તૈયાર હતો ! સામે આવી ચોંકાવનારી ઓડીઓ ક્લીપ
હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના સુરત શહેરમાં બની છે. હીરાની પેઢી નો મેનેજર કિડની વેંચી રુપીયા ચુકવવા તૈયાર હતો ! સામે આવી ચોંકાવનારી ઓડીઓ ક્લીપ પણ વાયરલ થઈ રહી છે. ચાલો આ ઘટના અંગે વિગતવાર માહિતી જણાવીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતની હીરાની પેઢીના મેનેજર એ આત્મહત્યા કરી લીધી. ત્યારે આ બનાવ પાછળ એક રહસ્યમય ખુલાસો સામે આવ્યો છે.
વાત જાણે એમ છે કે, મેનેજર ઝેરી દવા પી લીધા બાદ તેના સંબંધી સાથે હીરાની પેઢીના શેઠની વાતચીતની એક ઓડિયો રેકોર્ડિંગ ક્લીપ સામે આવી છે. ત્યારે હાલમાં જ ચોંકાવનારી વાત સામે આવી છે. આ ઘટના અંગે વિગતવાર માહિતી મળી છે. મેનેજર મુકેશ સોજિત્રા માનસિક યાતનામાંથી પસાર થઈ રહ્યો હતો. સંબંધી ઘરે જતો રહ્યો ત્યાર બાદ મુકેશ સોજિત્રાએ ઝેરી દવા પી લીધી હતી. મુકેશ સોજિત્રાના સંબંધી અને હીરાની પેઢીના શેઠ વચ્ચેની વાતચીતનો ઓડિયો ક્લીપ સામે આવી છે.
કતારગામ આંબા તલાવડી પાસે અક્ષરધામ સોસાયટીમાં રહેતો મગન ઉર્ફે મુકેશ કનુ સોજીત્રા મહિધરપુરામાં આવેલી હીરાની પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. મુકેશે ઘરે આવીને અચાનક જ અનાજમાં નાંખવાનો ઝેરી પાઉડર પી લીધો હતો. મુકેશને તાત્કાલિક વેડ રોડ ઉપરની પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. આ બાબતે મુકેશના મોટાભાઇ કિશોર સોજીત્રાને માહિતી મળતાં તે તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો હતો.
મહિધરપુરાના પોલીસ કોન્સ્ટેબલ પરબત વાઢેર (આહીર)એ મને પોલીસમથકમાં લઇ જઇ માનસિક ત્રાસ આપ્યો હતો અને ચોરીની કબૂલાત કરાવડાવી રૂ.3.50 લાખ બે દિવસમાં જમા કરાવવાનું દબાણ કર્યું હતું. પોલીસ મથકમાંથી જ મુકેશે તેના પિતરાઇ ભાઇ શાંતિભાઇની સાથે પણ વાત કરી હતી અને સમગ્ર વાત મોબાઇલમાં રેકોર્ડ થઇ ગઇ હતી.
દરમિયાન આ કેસમાં હવે કેટલીક ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લીપ અનુસાર મુકેશ સોજિત્રા પોતાની કિડની વેચીને પણ શેઠને રૂપિયા ચૂકવવા તૈયાર હતો. મુકેશના સંબંધીએ તેના શેઠ પાસે 15 દિવસની મુદ્દત પણ માગી હતી, પરંતુ મુદ્દત નહીં મળતા અને રૂપિયાની ઉઘરાણી માટે દબાણ વધતા મુકેશે આપઘાત કરી લીધો હતો.સમસ્ત વિસાવદર તાલુકા પરિવાર દ્વારા આ કેસ સંદર્ભે એક મિટીંગ કરવામાં આવી હતી.હીરાની પેઢીના મેનેજરના આપઘાત કેસમાં ડાયમંડ વર્કર યુનિયનના સભ્યો મુકેશ સોજિત્રાના પરિવારને મળી સાંત્વના આપી હતી.