Gujarat

અમદાવાદ જાવ તો એક વખત આ જગ્યાની જરૂર મુલાકાત લેજો ! સાવ ઓછી કિંમતમાં બેસ્ટ તથા સ્વાદિષ્ટ ફૂડ મળી રહે, આટલામાં ધરાય જાવ……

અમદાવાદ એટલે ગુજરાતનું તાજ! અમાવાદ શહેર ગુજરાતનું સૌથી સ્માટ સીટી છે. આ શહેર અનેક એવા સ્થાનો તેમજ વાનગીઓ દેશ વિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે. આજે અમે આપને અમદાવાદની એક એવી જગ્યા વિશે જણાવીશું જેનો ભારત ભરના ફુડ બજારમા નંબર આવે છે તેવા અમદાવાદ ના માણેકચોકની આ બાબતો થી તમે આજે પણ અજાણ હશો ! આજે અમે આપને માણેક ચોકની દરેક વાતો થી માહિતગાર કરીશું.

સ્વાદ પ્રિય વ્યક્તિઓનું મનપસંદ સ્થાન એટલે માણેક ચોક. છે.શહેરમાં ખવાપીવાના સ્થળો અનેક છે પણ માણેકચોક બધાથી અલગ છે. કારણ કે અહીં સ્વાદ જ નિરાલો છે. ભીડભાડથી ભરેલા આ વિસ્તારમાં કોઈ મોટી રેસ્ટોરેન્ટો કે હોટલો નથી. માત્ર લારીઓ અને નાના સ્ટોલ છે. પણ ટેસ્ટ એવો છે કે ગુજરાતભરમાંથી આવતા લોકોને તે પોતાની તરફ ખેંચી જાય છે.

સાવ નાના અમથા આ વિસ્તારમાં સવારે સોની બજાર ધમધમે છે. ગ્રામથી લઈ કિલોગ્રામ સુધી સોનાની લેવડ દેવડ અહીં થાય છે. તો ઘરવખરીનો તમામ સમાન અહીં મળી રહે છે. જો તમારે લગ્નની ખરીદી કરવી હોય તો માણેકચોકથી યોગ્ય જગ્યા બીજી કોઈ નથી. અહેમદશાહ બાદશાહને પરચો આપનારા સંત માણેકનાથ બાવાના નામથી જાણીતો થયેલો માણેકચોક. આજે અમદાવાદ જ નહીં પણ ગુજરાતની શાન છે. તેમ કહીએ તો ખોટું નથી

માણેકચોકની ખાણી-પીણી બજારમાં અનેક સ્વાદિષ્ટ આઈટમ મળી રહેશે. માણેકચોકની સૌથી ફેમસ આઈટમ સેન્ડવીચ છે. માણેકચોકે તેના સ્વાદની છાપ માત્ર અમદાવાદમાં જ નહીં પણ દેશની સીમાઓ બહાર પણ છોડી છે. વિદેશમાં વસતા ગુજરાતી પરિવારો જ્યારે અમદાવાદમાં આવો ત્યારે માણેકચોક જવાનું ભૂલતા નહીં. આપણે સ્પેશિયલ ઢોસાની મજા માણીશું.

શિયાળો, ઉનાળો કે ચોમાસું કોઇ પણ ઋતુ હોય માણેકચોકમાં દરેક વસ્તુ તમને મળી રહેશે. માણેકચોકમાં તમને શિયાળામાં પણ આઈસ્ક્રીમની મજા માણવા મળે છે. પાઉંભાજી, કુલ્ફી, આઈસક્રીમ, ઢોસા, ચાટ, સેન્ડવિચ અને ઠંડી છાશ માણેકચોકની ખાસિયતો છે. આ જ કારણે માણેકચોકને અમદાવાદની શાન કહેવાય છે. માણેકચોકમાં ફરવા માટે આવ્યા હોઈએ અને ત્યાં જો ઢોસા અને પાઉભાજીનો સ્વાદ ન માણીએ તો ફરવાનું વ્યર્થ ગયું તેમ કહેવાય. અમે ટેસ્ટફુલ ઢોસાનો સ્વાદ માણવા માટે પહોંચ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!