આવા અનોખા લગ્ન પહેલા નહી જોયા હોય ! દુલ્હનના ભાઈઓ પોલીસ વર્ધીમા આવ્યા અને બહેન ને સાસરે વળાવી
સામાન્ય રીતે પોલીસમેન ની છાપ લોકો ના મગજ મા હંમેશા નેગેટિવ જ હોય છે અને આપણે પણ આવી નેગેટિવ બાબતો શેર કરતા હોઇએ છે પરંતુ પોલીસ વાળા મા ઘણી એવી સારી બાબતો પણ જોવા મળે છે જેની આપણે નોંધ લેતા નથી ત્યારે આવી સારી નોંધ પણ લેવી જરૂરી છે ત્યારે આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશ મા જોવા મળ્યો છે જેમા એક દિકરી આ ભાઇઓ પોલીસ વાળા બન્યા છે અને દીકરી ને સાસરે વળાવી છે.
આ કિસ્સો ઉત્તરપ્રદેશના ચંદૌલી જિલ્લામાં નજરે પડ્યો છે..એક દીકરીના લગ્નની જવાબદારી અહીંના પોલીસકર્મીઓ એ પોતાના હાથમાં લીધી છે ,એક ભાઈ પોતાની સગી બહેનના લગ્ન માટે જેટલું કરે તે બધું જ આ પોલીસકર્મીઓ એ ખૂબ ઉત્સાહપૂર્વક કર્યું છે…હવે આ કિસ્સો સોશિયલ મીડિયાની ટોચ લાઈનમાં સમાવિષ્ટ પામ્યો છે…ચાલો જાણીએ આ અદભૂત કિસ્સો…
હ્રદયસ્પર્શી કિસ્સો:- આવાજપુર ગામમાં રહેતી શિખા યાદવનાં લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા પરંતુ જેમની સાથે લગ્ન નક્કી થયા એ પુરુષપક્ષ એ દહેજની વધુ માંગણી કરી અને તે લોકો આ માંગણી પૂરી ના કરી શક્યા હોવાથી શિખાનો સબંધ તૂટી ગયો…આ ઘટનાને કારણે પરિવારનાં તમામ લોકો ચિંતામાં સરી પડ્યાં હતાં..આ વાતની જાણ ગામના સામાજિક કાર્યકર દુર્ગેશસિંહે ચંદૌલી જિલ્લાના સલાહાદિહા પોલીસ સ્ટેશનના સીઓ અનિરૂદ્ધસિંહને આ ગરીબ છોકરીના લગ્ન કરાવવા માટે વિનંતી કરવામાં આવી હતી….
આ વાત સાંભળી સીઓ અનિરુદ્ધ સિંહે શિખાના ઘરે પહોંચી તેની આ દુઃખદ સમગ્ર ઘટના વિષે જાણ્યું, અને તેની આ વાત સાંભળી તેઓ ભાવુક બની ગયા અને શિખાને પોતાની વિખુટી પડેલી બહેન તરીકે સ્વીકારી તેના લગ્નની દરેક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવશે તેવું વચન આપ્યું..અને પછી તેણે એક સુયોગ્ય છોકરો શોધ્યો જે ગરીબ બાળકોના શિક્ષણાર્થે કાર્ય કરે છે…અને આનંદની વાત એ છે કે એ છોકરો દહેજ વગર લગ્ન કરવા સંમત થયો હતો..
ગામના સૌએ સલામ કરી લગ્નની વ્યવસ્થા જોઈને:- શનિવારે રાત્રે જ્યારે આ બહેનની જાણ આવાઝપુર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે આવી ત્યારે તમામે વ્યવસ્થા જોઈ વખાણ અને સલામ કર્યા..આ અનોખા લગ્નમાં પોલીસ કેપ્ટન અંકુર અગ્રવાલ પણ મહાનુભાવો સાથે વર-કન્યાને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહયા હતાં..જ્યારે આ જાન હર્ષોલ્લાસ સાથે પહોંચી ત્યારે યુવતીના સાળા પોલીસકર્મીએ તેનું સ્વાગત કર્યું હતું..અને પછીથી વરમાળા માટે બહેનને ચૂંદડી સાથે સ્ટેજ પાસે પહોંચાડી અને લગ્ન પૂર્ણ કરાવ્યા…આ સમય દરમિયાન ખાણી-પીણી થી લઈને લગ્નની તમામ વ્યવસ્થા પોલીસ તરફથી કરવામાં આવી હતી..