Gujarat

પૌત્રના લગ્ન જોવા માટે દાદીમા એ મોત ને પણ થોભાવી રાખ્યું ! પૌત્ર ના લગ્ન બાદ દાદીમા એ પ્રાણ છોડ્યા અને પુત્રવધુ એ કાંધ આપી…

ક્યારેક વ્યક્તિ મોતને પણ રોંકી શકે છે! વિધિ નાં લેખ ની સામે જેમ સત્યવતી પણ જીતી ગઈ હતી. એમ આજના સમયમમાં પણ આવી જ એક ઘટના બની કે, 90 વર્ષના જીવતીમાએ પોતાના જીવને બચાવી રાખ્યો જ્યાં સુધી તે ચારફેરા ફરીને પોતાની પુત્રવધુને ઘર આંગણે લઈ ન આવ્યો. ચાલો અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપીએ. હાલમાં જ આ ઘટના બની છે ધોરાજી શહેરમાં!

90 વર્ષના જીવતીમાએ પોતાના લાડકવાયા પૌત્રના લગ્ન નિહાળવા માટે મોતને થોડી કલાકો થોભાવી દીધું હતું. સૌથી મહત્વની વાત તો એ છે કે, દાદીમા એ પૌત્રના ચોરીના ચાર ફેરા પૂર્ણ થયાનો વીડિયો જોયા બાદ જીવતીમાએ પોતાના પ્રાણ છોડ્યા. આ ઘટના વિશે વધુ વિગતવાર જાણીએ તો,સુપેડીમાં રહેતા નિવૃત્ત શિક્ષક ભીખુભાઇ મકવાણાના કેમિકલ એન્જિનીયર પુત્ર પાર્થના લગ્ન ઉના રહેતા રસિકભાઈ કામલીયાની પુત્રી સાથે નિર્ધાર્યા હતા.

જીવતીમા છેલ્લા થોડા સમયથી બિમાર અવસ્થામાં હતા. પણ લાડથી ઉછેરેલા પૌત્ર પાર્થના લગ્ન જોવાની જીવતીમાની ઈચ્છા હતી કે પોતે જીવતા જીવ પૌત્રના લગ્ન નિહાળે. પરિવારે પણ જીવતીમાની લાગણી અને નાંદુરસ્ત પરિસ્થિતિ જોઈ પાર્થના ઘડીયા લગ્ન લીધા હતા.એકબાજુ જીવતીમાને જીવન અને મૃત્યુ વચ્ચેનુ અંતર ટૂંકુ હતું. બીજીબાજુ જીવતીમાની હાજરી વચ્ચે ગત 22 જાન્યુઆરીના રાત્રે પીઠી, દાંડીયાની વિધિ રંગેચંગે પૂરી કરી પાર્થની જાન રાત્રિના એક વાગ્યે ઉના જવા રવાના થઈ હતી.

સવારે સાડા છ કલાકે જાન સુપેડી પહોંચી અને સાડા અગિયારે લગ્નના ફેરા શરુ થયા. જીવતીમા બિમારી અને અવસ્થાની અશક્તિથી જાનમાં જઇ શક્યા નહોતા. પણ પૌત્રના લગ્નને જાણે મનભરી માણવા હોય તેમ સુપેડી ઘરે બેઠા વીડિયો કોલથી હરખાતા હૈયે લગ્નને માણ્યા હતા.જાન સુપેડી પહોંચે તે પહેલા જ જાણે જીવતીમાએ સાંજે સાડાચારે પોતાનો જીવ છોડ્યો.યુવકની માતાનું નિધન થતા જ દાદી જીવતીમાએ ઉછેર કર્યો હતો. .જીવતીમાની અંતિમયાત્રામાં ભીખુભાઇની ત્રણ બહેનો તથા નવ પરિણીત પુત્રવધૂએ કાંધ આપી જીવતીમાનાં વાત્સલ્ય અને મોતને થોભાવનારી જીજીવીશાને ખરા અર્થમાં શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!