52 વર્ષની વિધવા મહીલાને પ્રેમ થયો અને જ્યારે તેના દિકરા અને વહુને ખબર પડતા જે કર્યુ એ કલ્પના બહાર નુ હતુ..
આ જગતમાં પ્રેમ એ અદ્ભૂત છે! દરેક વ્યક્તિને જ્યારે પ્રેમ થાય છે, ત્યારે તે દુનિયાનું તમામ વસ્તુઓને ભૂલી જાય છે. અત્યાર સુધી તમે અનેક પ્રેમ કહાની ફિલ્મોમાં કે પુસ્તકોમાં વાંચી હશે. આજે અમે આપને ખૂબ જ અનોખી પ્રેમ કહાનિ વિશે જણાવીશું. કહેવાય છે ને કે, જીવનમાં દરેક વ્યક્તિઓને પ્રેમ થાય છે. પ્રેમની કોઈ સીમા નથી હોતી અને કોઈપણ ઉંમરે વ્યક્તિને પ્રેમ થઈ શકે છે. આ જે બે વ્યક્તિઓ વચ્ચે પ્રેમ થયેલ તેને સ્વીકારવો કદાચ શક્ય ન હતો.
ચાલો આપને આ પ્રેમ કહાની વિશે જણાવીએ. અત્યાર સુધી તમે બાળકો ને પોતાના સંતાનોના પ્રેમ લગ્ન કરાવે એવી ઘટના નિહાળી હશે અને સાંભળી પણ હશે. ત્યારે હાલમાં જ એક પુત્રએ પોતાની 52 વર્ષની વિધવામાંનાં પ્રેમ લગ્ન કરાવ્યા. ખરેખર આ વાત સાંભળતા જ અજુકતું લાગે પરતું કહેવાય છે ને કે, પ્રેમ અને લાગણીમાં કંઈ પણ અશક્ય નથી. ગમતી વ્યક્તિ માટે કંઈ પણ કરવું એ ખોટું નથી. ચાલો આ અનોખી ઘટના વિશે સંપૂર્ણ માહિતી જણાવીએ.
જીવનમાં પ્રેમ તો ગમે તે ઉંમરે મળી શકે છે.હાલમાં જ મુંબઈમાં એક દીકરા અને પુત્રવધૂએ પોતાની વિધવા માતાના લગ્ન કરાવ્યા છે. ત્યારે આ કાર્યને સૌ કોઇ વખાણ કરી રહ્યા છે.આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. 52 વર્ષની વિધવા આ ઉંમરે એકલતા અનુભવતી હતી, જેને જોઈને દીકરા અને પુત્રવધૂએ તેમના લગ્ન કરાવ્યા. આમ પણ જીવનમાં એકલતા માણસ ને કોરી ખાય છે. જીવન વિતાવવ જીવન સાથી નો સાથ જરૂરી છે.
આ તમામ ઘટનાની વાત દુબઈમાં રહેતા જિમિત ગાંધીએ લિંક્ડઈન પર પોસ્ટ લખીને પોતાની માતાની બહાદુરીની પ્રશંસા કરી છે. તેણે જણાવ્યું હતું કે 2013માં તેના પિતાનું અવસાન થઈ ગયું હતું. પછી 2017માં માતાને થર્ડ સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર થયું. કોવિડના સમયે તે કોરોના વાઈરસથી પણ સંક્રમિત થઈ, પરંતુ તેણે હાર ન માની. તે કેન્સર અને કોવિડથી સંપૂર્ણ રીતે સાજી થઈ ચૂકી છે અને હવે તેણે પોતાનો નવો જીવનસાથી પણ પસંદ કર્યો છે.
52 વર્ષનાં કામિની ગાંધી ઘણા સમયથી એકલતા અનુભવી રહ્યાં હતાં. તેમનાં બાળકો બહાર કામ કરે છે. કામિની લાંબા સમયથી બીમારીઓથી પણ પરેશાન હતાં. આવી સ્થિતિમાં તેમણે નવું જીવન શરૂ કરવાનું નક્કી કર્યું. એક જૂના પારિવારિક મિત્ર સાથે તેમને પ્રેમ થઈ ગયો. શરૂઆતમાં કામિનીએ દુનિયાના ડરથી આ વાત કોઈને કહીં નહીં. પછી તેમણે ડરતાં-ડરતાં આ વાત પોતાની પુત્રવધૂ સાથે શેર કરી. પછી તેમના દીકરાને પણ આ વાત જણાવી.
સૌથી મહત્વની વાત એ છે કે, તેમના સંતાનો એ આ પ્રેમનો સ્વિકાર. દીકરા-પુત્રવધૂએ મળીને તેમના લગ્ન કરાવ્યા. ગત 14 ફેબ્રુઆરીએ બંને મુંબઈમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયાં.આ પોસ્ટ થયા પછી દરેક વ્યક્તિઓ આ કાર્યને બીરદાવી રહ્યા છે. તેમને લગ્ન અને નવા જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે.આ ઘટના પરથી એટલું તો ચોક્કસ કહી શકાય કે પ્રેમ એ ક્ષિતિજ છે.