અમરેલીના આ યુગલે સાવ ઓછા ખર્ચે કરાવ્યું, જબરું પ્રિ-વેડિંગ ફોટોશૂટ, જોઈને સૌ કોઈ કરી રહ્યા છે વખાણ, જુઓ તસવીરો….
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં ચારો તરફ લગ્ન ની સીઝન ચાલી રહી છે. આજના સમયમાં લોકો લગ્નને ખાસ બનાવવા પ્રિ વેડિંગનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એક તરફ લોકો લાખો રૂપિયા આપીને ફોટોશૂટ કરાવે છે.
સાવલીયા પરીવારના યુવકે પોતાના લગ્નમાં અનોખું પ્રિવેડિંગ ફોટો શૂટ કરાવેલ છે. આ ફોટોશૂટ હાલમાં સોશિયલ મીડિયામાં વારયલ થઇ રહ્યો છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે એવું તે શું ખાસ છે.
આ અનોખું ફોટોશૂટ અમરેલીના સાઈબર ક્રાઇમમાં સેવા આપતા પોલીસ કર્મચારી નયનભાઈ સાવલીયાએ પોતાના લગ્ન ને ખાસ બનાવવા માટે કર્યું છે.
ખાસ વાત એ કે, આ ફોટોશૂટનો ઉપયોગ લગ્નની કંકોત્રીમાં પણ કર્યો છે અને તેમને કંકોત્રી પણ ખાસ બનાવી જેમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ આપી છે. જે 27 પેજની છે. આ કંકોત્રી કરતા બન્ને કપલના ફોટોશૂટ ખુબ જ આર્કષક છે.
આજના સમયમાં કપલો સ્ટુડિયોવાળા પાસે મોર્ડન ફોટોશૂટ કરાવે છે એ પણ વેસ્ટ્ન કપડાંઓમાં. જ્યારે આ યુગલે ગામઠી શૈલી એટલે કે પારંપારિક પહેરવેશ પહેરીને દેશી રીતે વાડીમાં જ ફોટોશૂટ કરાવેલ છે.
આજના સમયમાં તો પ્રિ-વેડિંગ ફોટોશૂટ એટલે રૂપિયાનો ધુમાડો. તેમાં પણ ડેસ્ટિનેશન ફોટોશુટ હોય તો ખર્ચો લાખોમાં જતો રહે છે. પરંતું આ યુગલે એવો આઈડિયા અપનાવ્યો કે માત્ર ફોટોઝ પડાવવાનો જ ખર્ચો આવ્યો હશે.
તમે ફોટો જોઈ શકો છો કે, ફોટોશૂટ કરવા માટે જૂના લીંપણવાળા ઘર, ખેતર વચ્ચે કરાવ્યું છે.
આજના સમયમાં લોકો આપણી ભાતીગળ સંસ્કૃતિ તથા જૂનો પહેરવેશ ભૂલી ગયા છે. આ બંને યુગલે પરંપરાગત પહેરવેશમાં પ્રિવેડિંગ ફોટોશૂટ કરાવીને લોકોને એકે ઉત્તમ સંદેશ આપ્યો છે.
આ યુગલના લગ્ન ગુજરાત ભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. ખરેખર આવા વિચારો દ્વારા આપણે આધુનિક યુગ સાથે આપણી સંસ્કૃતિ અને પરંપરાને પણ સાચવી શકીએ છે.
આ ફોટોશૂટ દરેક યુગલો માટે એક ઉત્તમ ઉદાહરણ છે કે, તમે તમારા શોખ પુરા કરી શકો છો અને એ પણ તમારા બજેટમાં, બસ માત્ર વિચાર જરૂરી છે.
માત્ર દેખા દેખીમાં કોઈ ફેંસલોઃ ન લેવો જોઈએ. હાલમાં આ ફોટોશૂટ દરેક જગ્યાએ ચર્ચાઈ રહ્યો છે. આ ફોટો શૂટ જોઈને તમે પણ વિચારમાં પડી જશો કે આ યુગલને આવો વિચાર કઈ રીતે આવ્યો હશે.