Entertainment

યાદ છે! રાજકોટના ઉદ્યોગપતિએ પોતાના દીકરાના લગ્નમાં બનાવી હતી આ અનોખી કંકોત્રી! જુઓ કેટલી અદ્દભુત છે….

હાલમાં જ લગ્નનો સમયગાળો શરૂ થઇ ગયો છે, ત્યારે સૌ કોઈ લોકો પોતાની આર્થિક પરિસ્થિતિ કરતા વધુ ઉત્સાહિત રીતે ધામધૂમથી લગ્નનું આયોજન કરે છે, જેમાં સૌથી મહત્વનું હોય છે, લગ્નની કંકોત્રી! કંકોત્રી વિના તો લગ્ન અધૂરા છે, લગ્ન લખાયા બાદ જ લગ્નની વિધિઓ શરૂ થાય છે. આજે અમે આપને એક એવી કંકોત્રી વિષે જણાવીશું કે જેને જોઈને તમેં અચરજ પામી જશો. તમને યાદ છે! રાજકોટના ઉદ્યોગપતિએ પોતાના દીકરાના લગ્નમાં બનાવી હતી આ અનોખી કંકોત્રી!

આજથી ત્રણેક વર્ષ એટલે કે વર્ષ 2021માં રાજકોટના ઉદ્યોગપતિનાં દીકરાના લગ્નની કંકોત્રી ચર્ચાનો વિષય બન્યો હતો. આ ભવ્ય લગ્ન પ્રાગ મહેલમાં થયા હતા,જે ખુબ ચર્ચિત રહ્યા હતા. તમને સૌ કોઈને જાણીને આશ્ચર્ય થશે કે આ કોઈ સામાન્ય કંકોત્રી નથી. ખુબ જ આકર્ષક અને વૈભવશાળી છે. આ કંકોત્રીમાં ખાસ વસ્તુઓ પેક કરવામાં આવી હતી.

તેમજ આ કંકોત્રી શા માટે વખાણવામાં આવી હતી. વાત જાણે એમ હતી કે, રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના પુત્ર જયના લગ્નની કંકોત્રીને રજવાડી લૂકની છે અને આ. 4 કિલો 280 ગ્રામની કંકોત્રીમાં 7 કાર્ડમાં 3 દિવસના લગ્નના કાર્યક્રમોની યાદી આપી હતી.કંકોત્રી ખોલો તે પહેલા રજવાડી પટારા પર શ્રીનાથજીના દર્શન થાય છે.

બાદમાં એક બાદ એક લગ્નના કાર્યક્રમો સાથેના પાના રાખવામાં આવ્યા છે. કાપડ અને ધાતુના ઉપયોગથી કંકોત્રી પર લખાણ કરવામાં આવ્યું છે. સાથે જ કંકોત્રીમાં કાજુ, બદામ, કિશમીશ અને ચોકલેટ પણ ભેટ સ્વરૂપે મૂકાયા છે. આ જાજરમાન લગ્ન માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ત્રણ દિવસના કાર્યક્રમમાં 14મી નવેમ્બરે મહેંદી રસમ, ભગવાન દ્વારકાધીશજીની આરતી યોજાઈ હતી.


એ જ દિવસે જાણીતા કલાકાર ઐશ્વર્યા મજમુદાર પર્ફોર્મન્સ આપ્યું હતું અને 15મી નવેમ્બરે સવારે મંડપ મુહૂર્ત, મહેંદી રસમ બાદ રાત્રિના બોલિવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સચિન જિગર સહિતના કલાકારો ધૂમ મચાવી હતી. જ્યારે 16મીએ જાજરમાન લગ્ન યોજાયા હતા. મુખ્ય લગ્ન સમારંભ અહીંના જાણીતા કિલ્લા મહેરાનગઢ ફોર્ટમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું.

સૌથી મહત્વની વાત એ હતી કે,આ લગ્ન એ મહેલમાં થયા હતા, જ્યા પ્રિયંકાએ લગ્ન કર્યા હતા અને અહીંયા એક ડિશનાં ભોજન નો ભાવ 10 હજાર થી વધુ છે તેમજ એક દિવસ રોકાવના લાખો રૂપિયા કિંમત ચુકવી પડે છે.ખરેખર આ લગ્ન તો અંબાણી પરિવારના લગ્નને ઓછેરા લગાવે એવા ભવ્ય લગ્ન થયા હતા. હાલમાં જયારે લગ્નની સીઝન શરૂ થઇ છે, ત્યારે આ લગ્નની કંકોત્રી આપ સૌનું ધ્યાન ખેંચશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!