ગુજરાતના આ ગામમાં બની મોટી ઘટના ! મટકીફોડ સમયે જ થાંભલો નીચે પડ્યો તો લોકોની રાડ ફાટી ગઈ..જુઓ વિડીયો
હજુ ગઈ કાલે જ જન્માષ્ટમીનો પાવન તહેવાર ગયો છે એવામાં ગુજરાત રાજ્યની અંદર અનેક જગ્યાએ આ તહેવારની ખુબ જ ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવી હતી, રાજ્યના દરેક જિલ્લાઓમાં ઠેર ઠેર મટકી ફોડ તથા અનેક મંદીરોમા કૃષ્ણ જન્મોત્સવની ખુબ જ ભક્તિની લાગણી સાથે ઉજવણી કરવામાં આવી હતી, એવામાં કૃષ્ણ જન્માષ્ટમીના અનેક એવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે જેને લોકો દ્વારા તો ખુબ પસંદ કરવામાં આવતા હોય છે.
પરંતુ આજના આ લેખના માધ્યમથી અમે તમને એક એવો વિડીયો બતાવાના છીએ જેને જોયા બાદ તમારા પણ હોશ જ ઉડી જાય કારણ કે આ વિડીયો જ એવા પ્રકારનો છે. વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો આ વિડીયો ક્યાં ગામનો છે તે અંગેની તો કોઈ પ્રકારે જાણ થઇ નથી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ વિડીયો ગુજરાતના જ કોઈ ગામ અથવા તો શહેરનો છે, તો ચાલો આ વિડીયો વિશે તમને જણાવી દઈએ.
વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે લોકોના ટોળા વચ્ચે તેમ જ બેન્ડવાજાના તાલે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક મટકી ફોડવા માટે ઉપર ચડેલો છે એવામાં તે મટકી સહે લટકાય જાય છે એવામાં આ મટકી થાંભલા સાથે બાંધેલી હોય તેવું દેખાય રહ્યું છે એવામાં યુવકના વજનને લીધે થાંભલો એકબાજુ નમી જાય છે જેનાથી લોકોમાં ચકચાર મચી જવા પામે છે.
વીડિયોમાં જોઈ શકાય આવી રીતે થાંભલો નમી જતા સૌ કોઈના હોશ જ ઉડી ગયા, બસ આ વિડીયો જોયા બાદ ભગવાનને એટલી જ પ્રાર્થના કે આ ઘટનાની અંદર કોઈપણ લોકોને ગંભીર ઇજા ન થઇ હોઈ અને જે લોકોને પણ ઇજા થઇ હોય તેઓને થોડાક જ સમયમાં સારું થઇ જાય બસ આટલી પ્રાર્થના. આ વાયરલ થઇ રહેલ વિડીયો વિશે તમારું શું કેહવું છે કમેન્ટમાં જરૂર જણાવજો.