Gujarat

સુરત : રામ રાખે એને કોણ ચાખે !! ફક્ત 14 વર્ષીય લખન 36 કલાક સુધી વગર ખોરાક-પાણીએ દરિયાને લડત આપી અને અંતે જીવિત બચ્યો..જુઓ

મિત્રો કહેવાય છે ને કે વિધાતાએ જેના નસીબમાં મૌત જે સમયે લખ્યું હોય છે તે થઇ જ જતું હોય છે તમે નાનપણમાં અનેક એવી આ અંગેની કહાની પણ સાંભળી હશે કે લોકો પોતાના મૌતને ટાળવા માટે ગમે તેટલા પ્રયત્ન કરે પણ જો મૌત લખ્યું હોય તો તે થઇ જ જાય છે જયારે અમુક લોકો એવા પણ હોય છે જે મૌતને ચુંબન કરીને પરત આવી જતા હોય છે, આવા કિસ્સા તો ઘણા ઓછા બને છે, પણ હાલ સુરત શહેરમાંથી આવ્યો છે જેમાં એક 14 વર્ષીય કિશોરે મૌત સામે લડત આપીને હાલ જીવિત પરત ફ્રયી.

તમને જણાવી દઈએ કે શુક્રવારના રોજ આ કિશોર દરિયામાં તણાયો હતો એવામાં આ બાળક નવસારીના દરિયા કિનારેથી સુરક્ષિત રીતે મળી આવતા સૌ કોઈને આંચકો જ લાગ્યો હતો, તમને વિચાર થશે કે આવું કઈ રીતે શક્ય બની શકે તો ચાલો તમને આ અંગે જણાવી દઈએ.આ ઘટના અંગે જણાવતા નવસારીના એસી,પી એ જણાવ્યું હતું કે શુક્રવારના રોજ પોતાની દાદી સાથે ડુમસ બીચ પર 14 વર્ષીય લખન ગયો હતો,જ્યા તે દરિયામાં ગરકાવ થયો હતો.

પણ લખને એટલી બધી હિંમત બતાવી અને દરિયાને ચેલેંજ કર્યો અને 36 કલાક સુધી વગર ખોરાક તથા પાણી વગર જ લખને એક લાકડાની પાટના સહારે જ તે દરિયામાં જીવિત રહ્યો એવામાં 36 કલાકો સુધી તર્યા બાદ અંતે લખનને નવસારીથી લગભગ 60 કિમિના અંતરે આવેલ એક બંદર પર તેને જોવામાં આવ્યો હતો જે અને તેને સૌ પ્રથમ ત્યાંના માછીમારો દ્વારા નિહાળવામાં આવ્યો હતો.

એવામાં જેવી માછીમારોને જાણ થઇ કે આ એક બાળક છે ત્યાં તરત જ તેઓએ દરિયાની અંદર બોટ દોડાવી હતી અને લખનને બચાવી લીધો હતો,માસુમનો બચાવ કર્યા બાદ પોલીસને આ વિશે જાણ કરવામાં આવી હતી,એવામાં બીજી બાજુ લખનના માતા-પિતા ચિંતાતુર બનીને પોલીસ સ્ટેશનમાં બાળકના લાપતાની ફરિયાદ લખાવી પણ જેવી ખબર પડી કે તેમનો સંતાન જીવિત છે ત્યાં તેઓ રાજીના રેડ થયા હતા,લખનના બચવાની આવી કહાની સાંભળી તેઓ પણ હક્કા બક્કા રહી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ibhavnagar (@ibhavngar)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!